સાબરકાંઠા : 26 માર્ચ
પોશીના તાલુકામાં અંતરિયાળ વિસ્તાર માં એક ગામમાં ઘરમાં અગાનો બનાવ બનતા લોકોમાં નારાજગી અને પરિવારમાં દુઃખની પહાડ આવી ગયું હતું. અને કોટડા ગામે વીરા ફળિયામાં ઉજમાભાઈ હોનાભાઈ ના ઘર માં આગ લાગવાથી ઘરની તમામ ઘરવખરી સામાન બળીને ખાખ થતાં લાખો રૂપિયાનું નુકસાન થતાં પરિવારમાં સોખ નો માહોલ જોવા મળી રહ્યો છે. અને હાલમાં તેમની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. એક તરફ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહેલા પરિવાર પર આવી પડેલ મુશ્કેલીઓ તો હવે પરિવાર ના મુખે જાણવા મળ્યું કે આર્થિક સહાયની માંગણી.આ પરિવાર રસ્તા ઉપર આવી જવા પામ્યો છે. તો સત્વરે આ પરિવારને આર્થિક મદદ મળે તેવા અનેક પ્રકારના લોકોમાં સવાલો ઉભા થયા છે.
તમામ તાલુકાના સામાજિક આગેવાનો આર્થિક મદદ કરે અને પરિવાર ફરીથી નવું જીવન મળે અને ફરીથી પોતાનું જીવન નિર્વાહ કરે તેવી માગણી કરી રહ્યા છે.આ પરિવાર ઉપર આવેલી મોટી આફત એક દુઃખદ ઘટના છે. અને તમામ સમાજોએ તમામ આગેવાનોએ તમામ વ્યક્તિઓ એ મદદરૂપ થઇ અને પરિવારને સાંત્વના પાઠવી જોઈએ. જોકે હવે એ જોવાનું રહ્યું સ્થાનિક અધિકારીઓ દ્વારા જો આ ગરીબ પરિવારને સહાય આપવામાં આવશે કે શું એક તરફ કોરોનાની મહામારી માં ગરીબો ની પરિસ્થિતિ ભયંકર વધી રહી હતી.