Home ગોધરા ગોધરા અમદાવાદ હાઇવે પર આવેલા સિમલા ગેરેજ વિસ્તારમાં આજ રોજ નગર પાલિકા...

ગોધરા અમદાવાદ હાઇવે પર આવેલા સિમલા ગેરેજ વિસ્તારમાં આજ રોજ નગર પાલિકા તંત્રએ બુલ્ડોઝર ફેરવતા ૫૦થી વધુ નાના મોટા દબાણો દૂર કર્યા હતા.

1058
0
ગોધરા : 22 માર્ચ

ગોધરા અમદાવાદ હાઇવે પર આવેલા સિમલા ગેરેજ વિસ્તારમાં તેમજ ભુરાવાવ વિસ્તારમાં કેટલાક દિવસો અગાઉ પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર નાં આલા અધિકારીઓ દ્વારા દબાણો દૂર કરવાની કડક કાર્યવાહી હાથ ધરી હતી.ત્યારે સિમલા ગેરેજ વિસ્તારના દુકાનદારો તેમજ ગેરેજ સંચાલકો દ્વારા જે રીતે જાહેર માર્ગ પર જૂની ગાડીઓ નો કાટમાળ,ટાયર,કાચ વગેરે મૂકી દબાણ કરવામાં આવ્યું હતું.તે દબાણ ને પોલીસ ને સાથે રાખી એસ.ડી.એમ તેમજ નગરપાલિકા નાં કર્મીઓ સહિતની ટીમે લગભગ ૧૦૦થી વધુ દબાણ દૂર કર્યા હતા.ત્યારે આજ રોજ ફરીથી નગર પાલિકા ની ટીમ દ્વારા દબાણ હટાવવા નો સિલસિલો યથાવત રાખતા સિમલા ગેરેજ વિસ્તારમાં ૫૦થી વધુ નાના મોટા દબાણો દૂર કરવામાં આવ્યા હતા.ત્યારે રોડ ની બંને તરફ નાં અસંખ્ય દબાણો ને લઈ વહીવટી તંત્ર દ્વારા દબાણ હટાવ ની કામગીરી હાથ ધરવામાં આવી હતી.ત્યારે આ કામગીરી માં કેટલાક ગેરેજ સંચાલકોએ સ્વેચ્છાએ જ દબાણો દૂર કરી જિલ્લા વહીવટી તંત્ર ને સહકાર આપ્યો હતો.

ગોધરાના ભુરાવાવ તેમજ સિમલા ગેરેજ વિસ્તારમાં દબાણો દૂર કરવાની કાર્યવાહી અગાઉ કરવામાં આવી હતી.સોમવારે સિમલા ગેરેજ વિસ્તારના વેપારીઓ અને સંચાલકો પ્રાંત અધિકારીને રજૂઆત કરીને રોડના કેન્દ્ર બિંદુ થી ૧૫ મીટર સુધી વિસ્તાર ખુલ્લો કરવાની બાહેધરી આપી હતી.તેમ છતાં મંગળવારે એસ.ડી.એમ,પોલીસ,પાલિકા સહિત નો કાફલો ભુરાવાવ ચાર રસ્તાથી રોડનાં મધ્યથી આર એન્ડ બી મુજબ ૧૫ મીટર અને પાલિકા નો ૬ મીટર એમ મળી કુલ ૨૧ મીટર સુધી રસ્તો ખુલ્લો કર્યો હતો.પણ પાલિકા પ્રમુખ ની રજુઆત બાદ દબાણો તોડવાની પ્રક્રિયા બંધ કરી હતી.ત્યારે સિમલા ગેરેજ વિસ્તારના વેપારીઓએ સ્વેછીક રોડ નાં મધ્યથી ૧૫ મીટર રોડ ખુલ્લો કરવાની કવાયત હાથ ધરી હતી.

અહેવાલ:  કંદર્પ પંડ્યા, ગોધરા 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here