Home Trending Special બુલેટ ટ્રેનને લઇ આવ્યા મોટા સમાચાર, રેલવે મંત્રાલયે જાપાન સાથે કર્યો વધુ...

બુલેટ ટ્રેનને લઇ આવ્યા મોટા સમાચાર, રેલવે મંત્રાલયે જાપાન સાથે કર્યો વધુ એક કરાર

149
0

બુલેટ ટ્રેનને લઇ એક મોટા સમાચાર સામે આવ્યા છે. રેલવે મંત્રાલય દ્વારા જાપાન સાથે વધુ એક કરાર કરવામાં આવ્યો છે. રેલ્વે મંત્રાલયે મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટની શરુઆત કરી દીધી છે. જે પ્રોજેક્ટથી લોકોની સુવિધામાં વધારો થશે. તો જાણીએ આ પ્રોજેક્ટ અંગેની વધુ માહિતી…

સમગ્ર દેશની નજર હાલ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર છે. આ દરમિયાન રેલ્વે મંત્રાલયે જાપાન સાથે વધુ એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય અને રેલવે મંત્રાલયે મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ સાથે સ્ટેશન વિસ્તારને સંયુક્ત રીતે વિકસાવવા માટે જાપાન ઈન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સી સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે.

મુંબઈ-અમદાવાદ બની રહેલ હાઈસ્પીડ રેલ્વે પ્રોજેક્ટ મુસાફરોની સુલભતા અને સુવિધાને વધારવા માટે સ્ટેશનોની આસપાસના વિસ્તારોના વિકાસની પરિકલ્પના કરે છે. તેની સાથે સ્ટેશન વિસ્તારોની આસપાસ આર્થિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપી શકાય છે. ત્યારે આ પ્રોજેક્ટ સ્ટેશનોની આસપાસના વિસ્તારોના આયોજન, વિકાસ અને સંચાલન માટે રાજ્ય સરકાર , મ્યુનિસિપલ કોર્પોરેશનો અને શહેરી વિકાસ સત્તામંડળોની સંસ્થાકીય ક્ષમતાને સરળ અને વધારશે.

હાઈસ્પીડ રેલ્વે પ્રોજેક્ટમાં 12 સ્ટેશનોમાંથી ગુજરાતના સાબરમતી, સુરત અને મહારાષ્ટ્રમાં વિરાર અને થાણે એમ 4 હાઇસ્પીડ રેલ્વે સ્ટેશનો માટે MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જેમાં સુરત, વિરાર અને થાણે ગ્રીનફિલ્ડ છે જ્યારે સાબરમતી બ્રાઉનફિલ્ડ ડેવલપમેન્ટ છે. તમને જણાવી દઈએ કે ગુજરાત-મહારાષ્ટ્રની સરકાર અને જાપાન ઈન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સી દ્વારા અમદાવાદ- મુંબઈમાં પ્રોજેક્ટ SMART માટે શ્રેણીબદ્ધ સેમિનાર અને ફિલ્ડ વિઝિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર ભારતના આર્થિક હબ મુંબઈને અમદાવાદ શહેર સાથે જોડતી એક નિર્માણાધીન હાઈસ્પીડ રેલ લાઇન છે. જે પૂર્ણ થવા પર ભારતની પ્રથમ હાઇસ્પીડ રેલ લાઇન બની જશે. અને નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડની 12 ફેબ્રુઆરી, 2016 ના રોજ કંપની ભારતમાં હાઇ-સ્પીડ રેલ કોરિડોરને ધિરાણ, નિર્માણ, જાળવણી અને સંચાલનના ઉદ્દેશ્ય સાથે સ્થાપના કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here