Home પાટણ પાટણ LCB પોલિસે ખળી ચાર રસ્તા પાસેથી 27 લાખનો દારૂ ઝડપ્યો…

પાટણ LCB પોલિસે ખળી ચાર રસ્તા પાસેથી 27 લાખનો દારૂ ઝડપ્યો…

171
0
પાટણ: 25 એપ્રિલ

પાટણ એલસીબી પોલીસે સિદ્ધપુર હાઈવે પર એક ટ્રક કન્ટેનરનો ફિલ્મી ઢબે પીછો કરી ટ્રકમાં ભરેલો ૨૭.૯૮ લાખનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ બોટલ નંગ ૫૦૪ સહિત કુલ ૩૮.૦૩ લાખના મુદ્દામાલ સાથે ટ્રક ડ્રાઈવરને ઝડપી પાડયો હતા.

પ્રાપ્ત માહિતીનુસાર પાટણ એલસીબી પીઆઈ એ.બી.ભટ્ટ અને સ્ટાફના માણસો સિદ્ધપુર હાઈવે વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે અરસામાં ખાનગી રાહે હકીકત મળી હતી કે ટ્રક ન.એચઆર.૫૫.આર .૧૪૩૧ માં ગે.કા.ભારતીય બનાવટની વિદેશી દારૂ પાલનપુરથી મહેસાણા તરફ જઈ રહ્યો છે જેથી પોલિસે તાવડીયા ચાર રસ્તા નજીક નાકાબંધી ગોઠવી વાહનોની તપાસ હાથ ધરી હતી. તેવામાં આ ટ્રક આવતા ઉભી રાખવા ઈશારો કરતા ડ્રાઈવરે ટ્રક ઉભી ના રાખતા તેનો પીછો કરી ખળી ચાર રસ્તા પાસે આંતરી ઉભી રખાવી કન્ટેનરની તપાસ કરતા ભારતીય બનાવટ નો પાસ પરમીટ વગરનો વિદેશી દારૂની પેટી નંગ ૫૦૪ , બોટલ નંગ ૧૩૨૪૮ કિં .૨૭,૯૮,૪૦૦ નો સીલબંધ મળી આવ્યો હતો.ટ્રક કન્ટેનર ડ્રાઈવરે આ દારૂ જયપુર રાજસ્થાન થી ભરી સુરતમાં ડિલિવરી કરવાનો હોવાનું જણાવ્યું હતું.

આ ટ્રક કન્ટેનર ની આગળ ત્રણ જેટલા ઈસમો પેટ્રોલિંગ કરતા હોવાનું તેણે જણાવેલ.આ અંગે ટૂક કન્ટેનર ડ્રાઈવર જાદવ અજયકુમાર કલ્યાણસિંહ રહે.ધૂરા , તા . ભોગાઓન , જિ.મૈનપુરી ઉત્તરપ્રદેશવાળાને મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેની સાથે ના સોની યાદવ , રહે . એટા , દિપુ યાદવ તેમજ ત્રણ મોબાઈલ નંબર વાળા અજાણ્યા ઈસમો જે મળી આવેલ નથી તે તમામ વિરુદ્ધ પ્રોહી.એકટ ૬૫ , એ , ઈ , ૧૬૬ ( બી ) , ૮૩,૮૧,૯૮ ( ૨ ) , ઈપીકો કલમ ૪૬૭ , ૪૬૮,૪૭૧ , ૧૨૦ ( બી ) , ૪૨૦ સહિત એમવી એકટ ૩,૧૮૧ , ૧૭૯ ( ૧ ) , ૧૭૭ મુજબ ગુનો નોંધાયો છે.જેની આગળની તપાસ એલસીબી ઈ . પીઆઈ એ.બી.ભટ્ટ ચલાવી રહ્યા છે .

અહેવાલ:  ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here