Home કચ્છ રાપર ખાતે વિશા શ્રીમાળી શ્ચે. મૂ. પૂ. જૈન સંધ દ્વારા તપસ્વીઓ ના...

રાપર ખાતે વિશા શ્રીમાળી શ્ચે. મૂ. પૂ. જૈન સંધ દ્વારા તપસ્વીઓ ના પારણા કરાવ્યા

107
0

કચ્છ : 3 સપ્ટેમ્બર


રાપર ખાતે આવેલ 167 વર્ષ પૌરાણિક મૂર્તિ પુજક જૈન દેરાસર ખાતે શ્રી વિશા શ્રીમાળી શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘ ના ઉપક્રમે પ. પૂ. ગચ્છાધિપતિ શ્રી કલ્પતરુ સુરિ મહારાજ સાહેબ ના આજ્ઞાનુવર્તી પ. પૂ. મુકિત મનન વિ. પ. સા. તથા પ. પૂ. કલા દર્શી વિ. મ. સા.. પ. પૂ. કૃત દર્શી વિજય મ. સા..
પ. પૂ. માતૃરદયાશ્રી ચિત્ર ગુણા શ્રીજી મ. સા. ના આજ્ઞા નુ વર્તી પુજય સાધ્વી ચંદ્ર સુધા શ્રી. જી. મસા. પુજય સાધ્વી ચારુ શ્રુતિ શ્રી જી તથા અન્ય મ. સા. ની નિશ્રા મા ઠાણા આઠ ની નિશ્રા મા રાપર નગરે ભવ્યાતિભવ્ય ભવ્ય ચાતુર્માસ ની આરાધના ચાલી રહેલ જેમાં સિધ્ધિ દાયક સિધ્ધિ તપ ના ચોત્રીસ આરાધકો જોડાયેલા તથા ત્રણ સાધ્વીજી મ. સા. એ પણ સિદ્ધિ તપ ની આરાધના કરેલ. જેથી અનુમોદનારથે ભવ્યતી ભવ્ય રથયાત્રા નીકળી હતી જેમાં સંધ ની હાજરી મા તપસ્વીઓ ને રથમા બેસાડીને શહેર ના તમામ મુખ્ય માર્ગો તથા મુખય બજારમાં થી પસાર થઈ પરત જીનાલય ખાતે આવેલ અને ત્યારબાદ તપસ્વીઓ ના સામુહિક પારણા નું આયોજન કરવામાં આવ્યું હતું રથયાત્રા મા રાપર ભચાઉ ભુજ મુંબઇ સુરત નવસારી વલસાડ આણંદ સહિતના ગામોમાં થી તપસ્વીઓ ની અનુમોદનારથે ઉપસ્થિત રહ્યા હતા
આ પ્રસંગે નવકારશી સ્વામી વાત્સલ્ય અને ચૌવીહાર નુ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું સંપૂર્ણ આયોજન સંધ ના નગરશેઠ ધીરજલાલ સિરીયાના વડપણ હેઠળ શ્ચી વિશા શ્રીમાળી શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘ ના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી આમ રાપર શહેરમાં મૂર્તિ પૂજક જૈન સંઘ ના કાર્યક્રમ મા અનેક ભાવિકો ઉમટી પડ્યા હતા અને વાતાવરણ મા ધાર્મિકતા જોવા મળી હતી

અહેવાલ : મુકેશભાઈ રાજગોર, કચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here