Home Trending Special યુવાનોમાં વધ્યા હાર્ટ એટેકના કેસ , શું હોઇ શકે કારણ …

યુવાનોમાં વધ્યા હાર્ટ એટેકના કેસ , શું હોઇ શકે કારણ …

79
0

ગુજરાતમાં હાર્ટ એટેકના છેલ્લા કેટલાક સમયથી કેસ વધી રહ્યા છે. જ્યાં નાનાં વયના લોકોને પણ અચાનક હાર્ટ એટેક આવે ને તે ઢળી પડતાં હોય છે. ત્યારે વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસથી રાજ્યભરમાંથી હાર્ટ એટેકથી મોત થયાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે એક નજર કરીએ …

ગુજરાતમાં એક દિવસમાં 8 થી વધુ લોકો હદય હુમલાને લીધે મોતને ભેટયા છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ , ખેડા , વડોદરા , રાજકોટ અને દ્વારકામાં હાર્ટ એટેકના બનાવો સામે આવ્યા છે. દિન પ્રતિદિન હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં એક 24 વર્ષીય યુવકનું ગરબા રમતી વખતે હાર્ટ એટેક આવતાં ઢળી પડ્યો હતો. ત્યારે ખેડાના કપડવંજમાં 17 વર્ષીય સગીરને પણ ગરબા રમતી વખતે હાર્ટ એટેક આવતાં મોતને ભેટ્યો હતો.

ઉપરાંત વડોદરામાં છેલ્લા બે દિવસથી ગરબા રમતા 13 વર્ષના કિશોરનું હૃદય બંધ પડી ગયું ને મોત નીપજ્યું હતું. તેમજ વડોદરામાં સોસાયટીમાં આયોજિત નવરાત્રિ મહોત્સવમાં ગરબા રમી રહેલા 55 વર્ષીય આધેડનું મોત નિપજતાં વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. આ સાથે રાજકોટમાં વધુ 2 નાં હાર્ટ-એટેકથી મોત થયાંના સમાચાર સામે આવ્યા છે, જેમાં મધ્યસ્થ જેલમાં ચાલુ ફરજ દરમિયાન એટેક આવતાં કર્મચારી મોતને ભેટ્યો હતો. તેમજ રૈયા રોડ પર રહેતા બિલ્ડરનું બેભાન થયા બાદ મોત નીપજ્યું હતું. આ સાથે જ દ્વારકામાં પણ બે વ્યક્તિનાં હાર્ટ-એટેકથી મોત થયાંની નોંધ થઈ છે. નવરાત્રિના માહોલ વચ્ચે હાર્ટ-એટેકના 9 જેટલાં કેસ સામે આવતાં હવે ગરબા રસિકોમાં ભયનો માહોલ છવાઇ ગયો છે.

હાર્ટ એટેક આવવાનું કારણ ?

વાસ્તવમાં, જ્યારે હાર્ટ એટેક આવે છે, ત્યારે હૃદયના સ્નાયુના એક ભાગમાં લોહીનો પ્રવાહ અવરોધાય છે અને આ કોરોનરી ધમનીઓમાં અવરોધને કારણે થાય છે. તમને જણાવી દઈએ કે હૃદયને રક્ત પુરવઠો બે મુખ્ય કોરોનરી ધમનીઓમાંથી આવે છે. ડાબી અને જમણી બાજુએ બે ધમનીઓ છે. જ્યારે આ ધમનીઓમાં કોઈ બ્લોકેજ હોય ત્યારે હાર્ટ એટેક આવે છે.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here