Home પાટણ પાટણ યુનિવર્સિટીમા બીએસસી સેમ 2 ની પરીક્ષામાં કોપી કેસ નો ભાંડો ફૂટયો….

પાટણ યુનિવર્સિટીમા બીએસસી સેમ 2 ની પરીક્ષામાં કોપી કેસ નો ભાંડો ફૂટયો….

199
0
પાટણ: 17 એપ્રિલ

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની પરીક્ષામાં બી.એસ.સી સેમ 2ના બે અલગ અલગ વિષયમાં કુલ 229 વિદ્યાર્થીઓ એ વર્ગખંડમાં પુસ્તકમાંથી ઉત્તરવહીમાં એક જેવા જવાબો લખ્યા હોય મૂલ્યાંકન દરમિયાન નિરીક્ષકને માલુમ પડતાં ચોરી કર્યા હોવાનો ભાંડો ફૂટ્યો છે. માસ કોપી કેસ નોંધી તેમના રિઝલ્ટ સ્થગિત કરી કાર્યવાહી માટે પરીક્ષા સમિતિમાં રજૂ થતા સમિતિએ બન્ને વર્ગખંડના પરીક્ષાના સીસીટીવી ફૂટેજ મંગાવવામાં આવ્યા છે. સુપર વાઇઝરોને નોટિસ ઇશ્યુ કરી ખુલાસા પૂછવામાં આવ્યા છે.

યુનિવર્સિટીની 2021 ની પરીક્ષામાં બી.એસ.સી સેમ 2 ના છાત્રોની પરીક્ષામાં કેમેસ્ટ્રી વિષયની પરીક્ષામાં એક પરીક્ષા સેન્ટરના 200 વિદ્યાર્થીઓએ ઉત્તરવહીમાં પ્રશ્નોના જવાબ એક સરખા લખ્યા હતા. તેમજ બીજા એક સેન્ટરના બીએસસી સેમ 2 ની ગણિત વિષયની પરીક્ષામાં 29 વિદ્યાર્થીઓએ એક જ જેવા ઉતરવહીમાં પ્રશ્નોના જવાબ લખ્યા હતા. જ્યારે પરીક્ષા પૂર્ણ થયાબાદ આ ઉત્તરવહી મુલ્યાંકન માટે નિરીક્ષકના હાથમાં જતા ચકાસણી દરમિયાન એક જ જેવા પ્રશ્નોના જવાબ લખેલા હોય ચોરી કરવામાં આવી હોવાનું માલુમ પડતાં પરીક્ષા વિભાગને જાણ કરતા બન્ને વિષયમાં માસ કોપી કેસ નોંધવામાં આવ્યા હતા. અને આ બન્ને કેશ પરીક્ષા સમિતિની બેઠકમાં મુકતા યુનિવર્સીટીમાં ખળભળાટ મચ્યો છે


હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પરીક્ષા સમિતિ ના અધ્યક્ષ હરેશ ચૌધરીએ આ મામલે જણાવ્યું હતું કે પરીક્ષા સમિતિ સમક્ષ માસ કોપી કેસના બે અલગ-અલગ મુદ્દાઓ સામે આવ્યા હતા જેમાં 29 વિદ્યાર્થીઓની વાત પુરવાર થતાં તેઓના પરિણામ સ્થગિત કરવામાં આવ્યા છે.આ ઉપરાંત અન્ય 173 વિદ્યાર્થીઓની કોપી કેસ ની બાબત એસેસમેન્ટ દરમિયાન સામે આવી છે એ બાબતે ,વર્ગખંડના સીસીટીવી ફૂટેજ 7 દિવસમાં રજૂ કરવા સેન્ટરોને સૂચના આપી , વર્ગખંડમા ફરજ પરના સુપરવાઈઝરોને કારણદર્શક નોટિસ ઇશ્યુ કરી ખુલાસો માંગવામાં આવ્યો છે. અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

 

અહેવાલ:  ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here