પાટણ : 20 જાન્યુઆરી
દેશમાં કોરોના ની ત્રીજી લહેર શરૂ થઈ છે ત્યારે ૧૫ થી ૧૮ વર્ષના તરુણને રક્ષણ પૂરું પાડવા માટે તેમને કોવિડ પ્રતિરોધક રસી આપવાની શરૂઆત સમગ્ર દેશ અને રાજ્યમાં હાલમાં ચાલી રહી છે જેમાં પાટણ જિલ્લામાં ૯૮૦૦૦ ના લક્ષ્યાંક સામે 66000 તરૂણોને રસી આપી રક્ષા કવચ પુરુ પાડવામાં આવ્યું છે.
કોરોના વાયરસ ના સંક્રમણથી બચવા રસીકરણ જ શ્રેષ્ઠ ઉપાય છે . કોરોના અને ઓમીકોન ના વ્યાપને પગલે નાગરિકોને સુરક્ષિત કરવા માટે સરકાર દ્વારા વિવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે , જેના ભાગ રૂપે રાજ્ય સરકાર દ્વારા ૧૫ થી 18 વર્ષના તરૂણોને કોરોના પ્રતિરોધક રસીકરણની શરૂઆત કરવામાં આવી છે જે અંતર્ગત પાટણ જિલ્લાની 257 શાળાઓ , 60 કોલેજો તથા ૧૨ આઈ.ટી.આઈ ના વિદ્યાર્થીઓ ઉપરાંત શાળાએ ન જતા તરુણો મળી કુલ ૯૮ હજાર તરુણો નોંધાય છે.જેમાં આરોગ્ય વિભાગની મહેનત અને રસી લેવા માટે યુવાનોની ઉત્સુકતાને કારણે પાટણ જિલ્લામાં 98 હજારના લક્ષ્યાંક સામે 66000 તરૂણોને covid પ્રતિરોધક રસી આપી રક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું છે . આગામી દિવસોમાં સો ટકા લક્ષ્યાંક પૂર્ણ કરાશે.