Home પાટણ પાટણ જિલ્લામાં બોર્ડની પરીક્ષાના 100 થી વધુ વિદ્યાર્થીઓ ને કાઉન્સિલરો દ્વારા...

પાટણ જિલ્લામાં બોર્ડની પરીક્ષાના 100 થી વધુ વિદ્યાર્થીઓ ને કાઉન્સિલરો દ્વારા માર્ગદર્શન અપાયું……

151
0
પાટણ : 21 માર્ચ

આગામી ૨૮ માર્ચથી શરૃ થતી ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ તણાવ મુક્ત રીતે પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા દરેક તાલુકાઓમાં કાઉન્સિલર ની વ્યવસ્થા કરાઈ છે અત્યાર સુધીમાં સૌથી વધુ વિદ્યાર્થીઓને કાઉન્સીલરો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યુ છે.

પાટણ જિલ્લામાં આગામી ૨૮ માર્ચથી શરૂ થતી ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષામા આ વર્ષે પાટણ જિલ્લામાં કુલ 34924 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે . જે માટે 40 કેન્દ્રો પર 113 બિલ્ડિંગમાં 1119 બ્લોકની ફાળવણી કરવામાં આવી છે. ચાલુ વર્ષે પૂરું નામ હમારી ને કારણે વિદ્યાર્થીઓએ પહેલા ઓનલાઇન અને બાદમાં ઓનલાઇન શિક્ષણ મેળવ્યું છે જેને કારણે તેઓને પરીક્ષાલક્ષી અનેક પ્રશ્નો ઉભા થાય છે ત્યારે આવા તણાવ મુક્ત બનીને વિદ્યાર્થીઓ નિર્ભય રીતે પરીક્ષા આપી શકે તે માટે પાટણ જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા જિલ્લાના તમામ તાલુકાઓમાં કાઉન્સિલરની વ્યવસ્થાની સાથે સાથે સાઇકોલોજી ના શિક્ષકો ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જે જિલ્લાના દરેક શાળાઓમાં વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી મૂંઝવતા પ્રશ્નો અંગેનું માર્ગદર્શન અને માહિતી પૂરી પાડે છે

બોર્ડની પરીક્ષાને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પાટણ જિલ્લામાં કાઉન્સિલર ટીમ દ્વારા અત્યાર સુધીમાં 100થી વધુ વિદ્યાર્થીઓને પરીક્ષા લગતી માહિતી પુરી પાડવામાં આવી છે તો કેટલાક વિદ્યાર્થીઓ ના ઘરે જઈને પણ તેઓને મૂંઝવતા પ્રશ્નો અંગે ઝીણવટપૂર્વક સમજણ પૂરી પાડવામાં આવી છે આમ પાટણ જિલ્લામાં વિદ્યાર્થીઓ મુક્ત મને પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા સુચારુ આયોજન કરાયું છે.

અહેવાલ:  ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here