Home Other કોરોનાએ ઉચક્યું માથું…દેશમાં સક્રિય કેસ 28 હજારને પાર!

કોરોનાએ ઉચક્યું માથું…દેશમાં સક્રિય કેસ 28 હજારને પાર!

115
0

દેશમાં કોરોનાના સક્રિય કેસ 28 હજારને પાર કરી ગયા છે. એક દિવસ પહેલા જ દર્દીઓની સંખ્યા લગભગ 6 મહિનાનો રેકોર્ડ તોડીને 28 હજારને પાર પહોચી ગઈ છે. વૃદ્ધ અને લાંબી બીમારીથી પીડાતા દર્દીઓ પર કોવિડનું સૌથી વધુ જોખમ છે. યુવાનોને પણ કોરોનાથી સાવધાન રહેવા  સ્વાસ્થ્ય મંત્રાલાયે ટકોર કરી છે.

આ વાયરસથી બચવા તબીબો અમુક વાતો પર  ધ્યાન રાખવાનું જણાવી રહ્યાં છે. જેમાં જો વ્યક્તિને  ઉધરસ -શરદી કે હળવો તાવ આવે તો, કોવિડનો ટેસ્ટ કરાવો જરૂરી છે. માસ્કએ કોરોનાથી બચવાનો સૌથી અસરકારક છે. કારણ કે કોવિડ એ શ્વસન ચેપ છે, જે છીંક અને ઉધરસ દ્વારા ફેલાય છે. આ કિસ્સામાં, માસ્ક વાયરસ સામે રક્ષણ આપે છે. આ સિવાય સ્વચ્છતાનું ધ્યાન રાખવું પણ જરૂરી છે.

નવી લહેરનો ભય લોકોએ રાખવો કે ન રાખવો તે અંગે તબીબો જણાવે છે કે, કેસ વધી રહ્યા હોવા છતાં કોઈ નવી લહેર આવવાની કોઈ શક્યતા નથી. હાલમાં, કોરોનાના કેસ થોડા દિવસો સુધી વધશે અને પછી ઘટવા લાગશે. કેસોમાં વધારો એ ચિંતાનો વિષય નથી. માત્ર એટલું જ જરૂરી છે કે હોસ્પિટલમાં દાખલ થવા અને મૃત્યુના કેસમાં કોઈ વધારો ન થાય. હાલમાં મોટાભાગના દર્દીઓમાં કોવિડના માત્ર હળવા લક્ષણો જોવા મળી રહ્યા છે. આવી સ્થિતિમાં ગભરાવાની જરૂર નથી. ફક્ત કોવિડ પ્રોટોકોલનું પાલન કરો અને ખોરાકનું ધ્યાન રાખો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here