Home પાટણ પાટણમાં વ્યાજખોરોના આતંકથી ત્રસ્ત યુવકે આત્મઘાતી પગલું ભર્યું, હાલત ગંભીર

પાટણમાં વ્યાજખોરોના આતંકથી ત્રસ્ત યુવકે આત્મઘાતી પગલું ભર્યું, હાલત ગંભીર

98
0
પાટણ : 19 જાન્યુઆરી

વ્યાજખોર દેવરાજ , મનીષ , નિકુલ અને હિરેન્દ્રસિંહ ,રોજેરોજ વ્યાજની કરતા હતા અને ધાકધમકી આપી ત્રાસ આપતા હોવાનું યુવાને જણાવ્યું

પાટણ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ઉંચા વ્યાજદરે પૈસા આપી વ્યાજના વિષચક્રમાં ફસાવી , ધાક ધમકી આપી મુળ રકમ બાકી રાખી વ્યાજ વસુલવાનું નેટવર્ક ચાલી રહયુ છે. જેમાં ફસાઇ અનેક જરુરીચાતમંદોએ છેલ્લે પૈસા નહી ભરી શકતા જીંદગી જોખમમાં મૂકી રહી છે.પાટણના ખાલકપરા વિસ્તારમાં રહેતા અને ચાની લારી દ્વારા પરીવારનું ગુજરાન કરતા યુવાને વ્યાજખોરોની ધાક – ધમકીથી ઝેરી દવા ગટગટાવી લેતા ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. આવી ઘટનાઓ અવારનવાર સામે આવતી હોવા છતાં સરકારી વ્યાજખોરો સામે કડક પગલા નહીં ભરાતા હોવાનું જાની રહ્યું છે.જે કારણે આ વ્યાજખોરો બેફામ બની પાટણમાં ધિકતો ધંધો કરી રહ્યા છે. આ વિષચક્રમાં ફસાઈ જે પરિવારોએ પરીવારોએ ઘરના મોભી ગુમાવ્યા છે જે  દયનીય પરિસ્થિતિમાં જીવી રહ્યા છે.જોકે આવી કેટલીક ઘટનાઓમાં ફરીયાદ નોંધાઈ છે તો કેટલાક બનાવો ધાક-ધમકીને કારણે પ્રકાશમાં આવતા નથી.

પાટણના ખાલકપરા વિસ્તારમાં રહેતા અને ચાની લારી દ્વારા પરીવારનું ગુજરાન કરતા નાગજી ઠાકોર નામના યુવાને કેટલાક વ્યાજખોરો પાસેથી ઉંચા વ્યાજદરે પૈસા લીધા હતા જેમાંથી મોટાભાગની રકમ ભરપાઇ કરી હોવા છતાં પૈસાની માંગણી કરી ધાકધમકી આપતા હતા .વ્યાજખોરોના રોજના ત્રાસથી કંટાળી આ યુવાને ઝેરી દવા ગટગટાવી લેતા બેભાન અવસ્થામાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો . સારવાર બાદ ભાનમાં આવેલ નાગજી ઠાકોરે જણાવ્યુ હતું કે , દેવરાજ , મનીષ , નિકુલ અને હિરેન્દ્રસિંહ પાસેથી અંદાજે અઢી લાખ રુપિયા વ્યાજે લીધા હતા જેને સામે રૂા . બે લાખ ચૂકવી દીધા હોવા છતાં મુળ રકમ બાકી રાખી ઉંચુ વ્યાજદર ગણી રોજેરોજ વ્યાજની કરતા હતા અને ધાકધમકી આપી ત્રાસ આપતા હતા . રોજેરોજની ધામધમકીઓથી કંટાળી અંતે ઝેરી દવા પી જીંદગી ટુંકાવવાનો નિર્ણય કરી ઝેરી દવા પી લીધી હતી.

પાટણ શહેરમાં ફેલાયેલ વ્યાજના વિષચક્રની આ બદીને ડામવા પોલીસતંત્ર કડક પગલા ભરે તેવી માંગણી ઉઠવા પામી છે .


અહેવાલ : પ્રતિનિધિ, પાટણ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here