Home બનાસકાંઠા ચક્રવાતે બનાસકાંઠાના ખેડૂતોની મહેનત પર પાણી ફેરવ્યું ….

ચક્રવાતે બનાસકાંઠાના ખેડૂતોની મહેનત પર પાણી ફેરવ્યું ….

95
0

ગુજરાતના દરિયાકાંઠે ટકરાયેલા બિપોરજોય વાવાઝોડાની અસર સમગ્ર રાજ્યમાં ખતરનાક થઈ હતી. ઉત્તર ગુજરાતમાં પણ ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. ત્યારે બનાસકાંઠામાં ભારે પવન ફૂંકાતા થરાદના જાદલા ગામના ખેડૂતોના વર્ષો સુધી કરેલી મહેનત પર પ્રણી ફરી ગયું. ભારે પવન અને વરસાદને લીધે ચંદનના વૃક્ષ ધરાશાયી થયા હતા.

ખેડૂત નાગજીભાઈ ચૌધરીના ખેતરમાં 4 વીઘા જમીનમાં ઉભેલા 550 વૃક્ષોમાંથી 70-80 ચંદનના વૃક્ષો ધરાશાયી થયા છે. ભારે પવનના કારણે ફક્ત 20 સેકન્ડમાં ચંદનના વૃક્ષો ધરાશાયી થતાં ખેડૂતને 20-25 લાખનું નુકશાની થયાનો અંદાજ છે. 7 વર્ષની આકરી મહેનત કરી જતન કરેલા ચંદન વૃક્ષ તૂટી પડતાં ખેડૂતને લાખોનું નુકસાન થતાં ખેડૂતે સરકાર પાસે સહાયની માંગ કરી છે.

બિપરજોય વાવાઝોડાના કારણે બનાસકાંઠાના સરહદી થરાદ પંથકમાં ભારે પવન ફૂંકાતા થરાદના જાદલા ગામના ખેડૂતના ખેતરમાં ઉભેલા 70થી 80 ચંદનના વૃક્ષો તૂટી પડતાં ખેડૂતને 20થી 25 લાખનું નુકસાન પહોંચતા ખેડૂતે સરકાર પાસે સહાયની માંગ કરી છે. વાવાઝોડાએ ગુજરાતના અનેક વિસ્તારમાં વિનાશ વેર્યો છે. જોકે બીપરજોય વાવાઝોડાના કારણે બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથક થરાદમાં ભારે પવન ફૂંકાતા થરાદના જાદલા ગામના ખેડૂત નાગજીભાઈ ચૌધરીના 4 વિઘા ખેતરમાં ઉભેલા 550 ચંદનના વૃક્ષોમાંથી 70 થી 80 જેટલા વૃક્ષો તૂટીને પડી ગયા હતા. જેથી આ ખેડૂતને 20થી 25 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. ખેડૂતે 7 વર્ષોની આકરી મહેનત કરી ચંદનના વૃક્ષોનું જતન કરી તેનું પાલન કર્યું હતું. પરંતુ ભારે વાવાઝોડાના કારણે ફક્ત 20 સેકન્ડમાં જ ખેડુતને લાખો રૂપિયાનું નુકસાન થતાં ખેડૂતની હાલત કફોડી બનતા ખેડૂત સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે.  બનાસકાંઠામાં બીપરજોય વાવાઝોડાના પગલે જિલ્લામાં ભારે પવન અને વરસાદે સર્જયું નુકશાન. નડાબેટ ટુરિઝમ પર સોલર પ્લેટો સહીત શેડ ધારાશાયી થયો. ગઈ કાલે મોડી રાત્રે થયેલા ભારે પવનએ નડાબેટ ખાતે સર્જી તારાજી. સરહદી વિસ્તારમાં હજુ પણ ભારે પવન યથાવત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here