ઇતિહાસમાં પ્રથમ વાર બનેલી શરમજનક ઘટના, પંજાબ કોંગ્રેસ ધ્વારા દેશના વિકાસના પંથે ગતિરોધક બનવાનો નિષ્ફળ પ્રયાસ અને વિશ્વફલક પર દેશનું નામ રોશન કરનાર આદરણીય પ્રધાનમંત્રી ની ગરિમા નો ભંગ કરતાં કૃત્ય ને વખોડી , દેશના યશસ્વી અને નિષ્ઠાવાન વિકાસપુરુષ નરેન્દ્રભાઈ મોદી ના દીર્ઘાયુ હેતુ ખંભાતના ઋણમૂકતેશ્વર મહાદેવ મંદિરે ધારાસભ્ય મયુરભાઈ રાવલે એક બ્રાહ્મણ તરીકે મંત્રોચ્ચાર કરી પ્રાર્થના કરવામાં આવી હતી .
તેમજ ખંભાત શહેર ભારતીય જનતા પાર્ટીના સૌ હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ધ્વારા પ્રધાનમંત્રીના કાફલાની અટકાયત કરવાના કૃત્યનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.