Home પાટણ પાટણમાં ભાજપના કાર્યકરોએ વિજય ઉત્સવ મનાવ્યો….

પાટણમાં ભાજપના કાર્યકરોએ વિજય ઉત્સવ મનાવ્યો….

166
0
પાટણ : 10 માર્ચ

પાંચ રાજયોની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ ચાર રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટ બહુમતી મેળવતા પાટણમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરોએ ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો હતો.

તાજેતરમાં ઉત્તર પ્રદેશ પંજાબ મણિપુર ગોવા અને ઉત્તરાખંડમાં વિધાનસભાની ચૂંટણીનું તબક્કાવાર મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું આજે પાંચ રાજ્યોની ચૂંટણી ની મતગણતરી શરૂ કરવામાં આવી હતી જેમાં ઉત્તર પ્રદેશ મણિપુર ઉત્તરાખંડ અને ગોવામાં ભારતીય જનતા પાર્ટીએ બહુમતીથી ભવ્ય વિજય મેળવ્યો છે ચાર રાજ્યમાં ભાજપનો ભગવો લહેરાતા ભાજપના તમામ આગેવાનો અને કાર્યકરોમાં ખુશીની લહેર છવાઈ છે ત્યારે પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે ભાજપના આગેવાનો કાર્યકરોએ ફટાકડા ફોડી એક બીજાનું મોં મીઠું કરાવી વિજય ઉત્સવ મનાવ્યો હતો.

આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર નગરપાલિકા પ્રમુખ ગીતાબેન પટેલ શહેર પ્રમુખ કિશોર મહેશ્વરી મનોજ પટેલ શૈલેષ પટેલ હેમંત ચૌહાણ ના દેવચંદભાઈ પટેલ સહિતના આગેવાનો કાર્યકરોએ ઉપસ્થિત રહી ઢોલ નગારા સાથે વિજય ઉત્સવ મનાવ્યો હતો

 

અહેવાલ:  ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here