Home ક્રાઈમ સુરત આરટીઓમાં બબાલ

સુરત આરટીઓમાં બબાલ

106
0
સુરત : 8 ફેબ્રુઆરી

સુરત આરટીઓમાં પડયા પાથર્યા રહેતા ટાઉટોએ સરકારી કચેરીની આબરૂન ધજાગરા ઉડાડી દીધા છે. અત્યારસુધ સરકારી કચેરીના ટેબલ અને ખુરશી પર કબજો જમાવનારા ટાઉટો હવે અધિકારીઓ ઉપર હાવી થવા માંડયા છે. આવો જ એક કિસ્સો સોમવારે સુરત આરટીઓ કચેરીમાં બન્યો હતો. અકીલ શાહનવાઝ વઢવાણિયા નામના ટાઉટે એક કામગીર મુદ્દે ઈન્ચાર્જ એઆરટીઓ કૃણાલ પંચાલનો કોલર પકડી લીધો હતો. આટલી હદે ટાઉટે અધિકારીની ચેમ્બરમાં દાદાગીરી કરી છતાં ફકત માફીનામું લખાવી સમગ્ર મામલો રફેદફે કરી દેવામાં આવ્યો હતો. એઆરટીઓ કક્ષાના અધિકારીઓનો કોલર પકડી લીધો છતાં પોલીસ ફરીયાદ ઈન્ચાર્જ આરટીઓ કે એઆરટીઓ ગુનો નોંધવાની તસ્દી સુધ્ધા લીધી નથી.

હવે સરકારી અધિકારીઓનો ધાક ઓછો થઈ ગયો કે બિન અધિકૃત ટાઉટોનું વર્ચસ્વ વધી ગયું તે તો સમજદાર લોકો જાતે સમજી જશે.સુરત આરટીઓમાં એજન્ટ તરીકે કામ કરતા અકીલ શાહનવાઝ વઢવાણિયાએ એઆરટીઓ કૃણાલ પંચાલનો કોલર પકડી લીધો હોનાની ઘટનાની વિગત સામે આવી છે. વાહનની આરસીબુકમાં પેટ્રોલ – ડીઝલનો પ્રકાર સુધારવા સંદર્ભની અરજીને લઈને ટાઉટની અકીલ વઢવાણિયા એઆરટીઓ કૃણાલ પંચાલ પાસે યોહતો. તે સમયે ટાઉટે ચોકકસ એઝન્ટોનું કામ કરી આપો છે તો અમારુ કામ કેમ નહીં કરી આપતા હોવાનું જણાવી અધિકારી સાથે જીભાજોડી કરી હતી. એટલું જ નહીં માથાકુટ થતા ટાઉટે અધિકારીઓનો કોલર પકડી લીધો હતો.બીજી તરફ ઈન્ચાર્જ એઆરટીઓ કૃણાલ પંચાલએ જણાવ્યું હતુ કે એજન્ટ મારી ઓફિસમાં આવી ગેરવર્તન કરવા લાગ્યો હતો.મેં એને બહાર જવાનું કહેતા અકળાયો હતો અને ગેરવર્તન ચાલુ જ રાખ્યું હતું અને હાથાપાઈ કરવા લાગ્યો હતો. એજન્ટ ક્રિમિનલ મેન્ટાલિટીનો છે. થોડા સમય અગાઉ એજન્ટો પર થયેલી કાર્યવાહીને લીધે અકળાયેલો હતો. દુઃખે પેટ અને કૂટે કપાળ જેવી વાત છે.

સુરતમાં આરટીઓમાં ટાઉટ બેફામ
ઈન્સ્પેકટર કૃણાલ પંચાલનો કોલર પકડતાં ચકચાર
ટાઉટ અકીલ વઢવાણિયા સામે ગુનો નોંધવાને બદલે માફીનામું લખાવી મામલો રફેદફે કરી દેવાયો

 

અહેવાલ : શોભના ઘેલાણી, સુરત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here