Home પાટણ નૃત્યની મુદ્રાઓ માટે અભ્યાસ જરૂરી છે તેમ સાહિત્ય સર્જન માટે પણ તેનો...

નૃત્યની મુદ્રાઓ માટે અભ્યાસ જરૂરી છે તેમ સાહિત્ય સર્જન માટે પણ તેનો અભ્યાસ જરૂરી હોય છે : ડો. ચંદ્રકાંત ટોપીવાળા

197
0
પાટણ: 30 માર્ચ

પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના બોર્ડ ઓફ એક્સ્ટ્રા મ્યુરલ સ્ટડીઝ અંતર્ગત શીવાભાઈ ઉમેદભાઈ પટેલ ગ્રંથાલયના ઉપક્રમે મોહનલાલ પટેલ ભારતીય સાહિત્ય વ્યાખ્યાનમાળા અને ઉમાશંકર જોશી વ્યાખ્યાનમાળાનું રંગભવન ખાતે આયોજન કરાયું હતું. આ વ્યાખ્યાન માળામાં અધ્યક્ષ તરીકે કુલપતિ પ્રો. જે જે વોરા, મુખ્ય મહેમાન તરીકે ડો. જે એચ પંચોલી કડી સર્વ વિશ્વ વિદ્યાલયના પ્રમુખ મનુભાઈ પટેલ તેમજ તજજ્ઞ વક્તા ડો. ચંદ્રકાંત ટોપીવાળા, ડો. વિનાયક રાવલ દ્વારા આ વ્યાખ્યાનમાળાને દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે સર્જનાત્મક સાહિત્યમાં ભાવનની સમસ્યાઓ વિષય પર પ્રકાશ પાડતા ડો. ચંદ્રકાંત ટોપીવાળાએ જણાવ્યું હતું કે, સાહિત્યને વાંચતા વાચક તરીકે કેટલીક બાબતો સ્પષ્ટ કરવી જરૂરી છે. એક નૃત્યકાર શરીરનું હલનચલન કરે તે મુદ્રા બને છે. તેમ એક સાહિત્યકાર જયારે કૃતિની રચના કરે છે તેનું શ્રેષ્ઠત્તમ પ્રદાન કરે છે, તેના શબ્દો કવિતા કે સાહિત્યનુ સ્વરૂપ પામતા હોય છે. સમાચાર ઈન્ફર્મેટીવ ક્રિયાઓ છે. જયારે તે સમજાય ત્યારે તે પર્ફોમેટીવ ભાષા બની જાય છે. નૃત્યની મુદ્રાઓ માટે અભ્યાસ જરૂરી છે તેમ સાહિત્ય સર્જન અને તેને સમજવા માટે તેના ભાવ પામવા માટે પણ તેનો અભ્યાસ જરૂરી હોય છે. ગાંધીજીને પ્રિય “વૈષ્ણવજન તો જેને કહીએ જે પીડ પરાઈ જાણે રે …” તેના ભાવનની વાત સમજાવી હતી.
વધુમાં તેમણે “કાશ્મીર ફાઈલ” ની વાત મૂકી હતી અને સમજાવ્યું હતું કે, ફિલ્મ એ પણ એક પુસ્તક છે તે આંતરચેતના જગાડવાનું કામ કરે છે. સાહિત્યમાં જેમ સમાન ધર્મા નથી.
આ વ્યાખ્યાનમાળામાં વક્તા તરીકે બોલતા ડો. વિનાયક રાવલે જણાવ્યું હતું કે, ઉમાશંકર જોશીની કવિ પ્રતિભા તે ખુબ ઉંચી હતી. તેઓ વાસ્તવિક પરિસ્થિતિઓને પોતાની ઉર્મીઓ થકિ સાહિત્યનુ સ્વરૂપ આપતા ચાહે તે પ્રકૃતિની વાત હોય, પ્રણયની વાત હોય કે પછી બામણાના ડુંગરોની વાત તેમના શબ્દે શબ્દમાં ભાવ પ્રગટ થતો. તેમણે ઉમાશંકર જોશીની જ્ઞાનપીઠ એવોર્ડ માટેની કૃતિ “નિશીથ” ની વાત રજુ કરી હતી. આ ઉપરાંત ૬ દાયકામાં તેમની અવિરત ૧૧ કાવ્ય સંગ્રહોની વાત પણ પ્રસ્તુત કરી હતી. સાથે સાથે જણાવ્યું હતું કે ઉમાશંકર જોશીને સમજવામાં તેમના ૬ દાયકા એટલે કે ૧૯૨૮-૩૮, ૪૮, ૫૮, ૬૮, ૭૮ અને ૮૮ એમ ૬ દાયકામાં તેમણે આપેલા સાહિત્ય સર્જનને સમજવું જોઈએ.


આ પ્રસંગે ડો. જે. એચ. પંચોલીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીકાળ થી સકારાત્મક બાબતો અપનાવી વિદ્યાર્થીઓએ નકારાત્મક ભાવથી દુર રહેવું જોઈએ. હંમેશા વહેલી સવારથી જ સકારાત્મક વિચારો સાથે શરુ કરેલું કાર્ય હમેશા સારા પરિણામો આપતા હોય છે. આ પ્રસંગે અધ્યક્ષ તરીકે રહેલા યુનીવર્સીટીના પ્રો. જે જે વોરાએ જણાવ્યું હતું કે, યુનિવર્સીટીના ગ્રંથાલયમાં પણ હવે સાહિત્યકારો વિશેના કોર્નર, સાયન્સ વિષયની વ્યાખ્યાનમાળા યોજાય જેથી કરીને વિદ્યાર્થીઓ તેમની રૂચી મુજબનું સાહિત્ય વાંચી શકશે. અને સાયંસ વિષે પણ રૂચી વધે છે. આ પ્રસંગે યુનિવર્સિટીના રજીસ્ટાર ડો. ડી.એમ. પટેલ, દિલીપભાઈ પટેલ સહિત વિવિધ વિભાગોના અધ્યક્ષો, પ્રોફેસર, શૈક્ષણિક સ્ટાફ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

અહેવાલ:  ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here