Home પાટણ ગુજરાત રાજયના સ્થાપના દિન મહોત્સવ અંતર્ગત આર્યાવ્રત નિર્માણ ઘ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ...

ગુજરાત રાજયના સ્થાપના દિન મહોત્સવ અંતર્ગત આર્યાવ્રત નિર્માણ ઘ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો …

167
0
પાટણ: 27 એપ્રિલ

ગુજરાત સરકાર ઘ્વારા ગૌરવ દિન ૧ લી મે –૨૦૨૨ ના રોજ ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી પાટણ ખાતે નકકી કરવામાં આવેલ છે . અને આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત પાટણ જિલ્લા વહીવટી તંત્ર અને એન.જી.ઓ.ના સહયોગથી દૈનિક કાર્યક્રમ આયોજન કરવામાં આવેલ છે . જેના ભાગરૂપે વડા પ્રધાન , નરેન્દ્ર મોદીના ૭૫ વૃક્ષો વાવવાના આહવાન અનુસાર આર્યાવ્રત નિર્માણ અને ગ્રીન ગ્લોબલ બ્રીગેડ ઘ્વારા સહસ્ત્ર તરૂવન , સરસ્વતી નદીના કાંઠે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.


આ કાર્યક્રમમાં જિલ્લા કેલેકટર સુપ્રીત સિંધ ગુલાટી,જિલ્લા , જિલ્લા વિકાસ અધિકારી, , જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ભરત જોશી ઘ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું .

જેમાં આર્યાવ્રત નિર્માણ અને ગ્રીન ગ્લોબલ બ્રીગેડના નિલેશ રાજગોર , મનોજભાઈ પટેલ , યતિન ગાંધી વિગેરેની વિશેષ ઉપસ્થિતિમાં દેશી કુળના અલગ – અલગ ૭૫ વૃક્ષો વાવવામાં આવ્યા અને આ વિસ્તારને વનીકરણ થકી હરીયાળો બનાવવાની અવીરત ઝુંબેશને આગળ વધારવાની કામગીરીને કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી ઘ્વારા બિરદાવવામાં આવી

અહેવાલ:  ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here