કચ્છ : 27 માર્ચ
ગીર ફાઉન્ડેશન” દ્વારા તા.ર૭.૦૩.૨૦રર ના રોજ રેન્જ ફોરેસ્ટ ઓફિસર્સની કચેરી નલિયા (ઉત્તર દક્ષિણ), નલિયા, તાલુકો: અબડાસા, કચ્છ ખાતે જળવાયુ પરીવર્તન સામે અનુકૂલન સાધવા માટેની પરિયોજના અંતર્ગત અબડાસાની તટવર્તી ભૂમિના ૧૦ ગામો/વાંઢો ના હિતધારકોની ત્રીજી વાર્ષિક બેઠક યોજાયેલ હતી.
આ વિસ્તારમાં પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ કામગીરીઓ જેવીકે ચેરિયા જમીનનું પુનઃ સ્થાપન, જળ સંચય
માટે તળાવોનું પુનઃ સ્થાપન/નવીનીકરણ તથા વિવિધ તાલીમો દ્વારા ચેરિયા જમીનનું સંરક્ષણ,
જળવાયુ પરિવર્તન સામે ટકી રહેવા માટે જરૂરી હકારાત્મક પગલાની જાણકારી બહોળા સમુદાયને આપવામાં આવે છે. તેની સાથે આ પ્રોજેકટ અંતર્ગત પગઢિયા માછીમારોને પોતાના પગભર થવા પગડિયા માછીમારી કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. કચ્છની હસ્તકળા જે વિશ્વ વિખ્યાત છે. આ વિસ્તારની મહિલાઓ હસ્તકળામાં પાવરધી છે જેને અનુલક્ષીને આ વિસ્તારમાં હસ્તકળા ઉધ્યોગના કૌશલ્ય વિકાસ દ્વારા વૈકલ્પિક આજીવિકા પુરી પાડવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદ કરવામાં આવી રહી છે. આ કામગીરી માટે મહિલાઓના સ્વસહાય જુથ બનાવીને તાલીમ આપવી તથા માર્કેટ સાથે જોડી આપવાની કામગીરી હેન્ડલૂમ કોર્પોરેશનની મદદ થી હાથ ધરવામાં આવી રહી છે.
આ બેઠકનું આયોજન ‘ગીર’ ફાઉંડેશન દ્વારા કરવામાં આવેલ હતું જેમાં અલગ અલગ મહાનુભાવો સાથે
૧૦ ગામ વાંઢના લાભાર્થીઓએ ઉપસ્થિતિ આપી હતી. નાબાર્ડના જીલ્લા વિકાસ પ્રબંધક શ્રી નીરજ કુમાર સિંઘ દ્વારા જળવાયુ પરીવર્તન થી પ્રભાવિત લોક સમુદાય જેવા કે બન્નીમાં વસતા માલધારીઓ, અબડાસાના તટવર્તી વિસ્તારના પગડિયા માછીમાર તથા ખડીરના ખેડૂતો માટે આ પરીયોજના અંતર્ગત થઈ રહેલ કામગીરીઓની વિસ્તૃત માહિતી આપી હતી. તેઓશ્રીએ લોકસમુદાયને સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવા પ્રેરણાદાયી વક્તવ્ય આપેલ હતુ. આ બેઠકને સંબોધતા નિવૃત રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી એચ. આર. મેંદપરા એ, આ વિસ્તારમાં જળવાયુ પરીવર્તન સામે ટકી રેહવા માટે આ પરિયોજના અંતર્ગત કરવામાં આવેલ ઉમદા કામગીરીઓ અંગેની માહિતી આપી હતી. આ ઉપરાંત તેઓશ્રીએ આ પરિયોજના અંતર્ગત થઈ રહેલ કામગીરીઓમાં સહકાર આપવા તથા મહિલા સશક્તીકરણનો લાભ લેવા માટે જણાવ્યું હતું.
આ ઉપરાંત અન્ય મહાનુભાવોએ પણ આ સંદર્ભમાં વિચાર વિમર્શ કરેલ હતો. જળ સંચય અને સંરક્ષણમાં વિશિષ્ટ કામગીરી ધરાવતી “ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેસર્ટ ઇકોલોજિકલ” ના એક્સિક્યુટિવ એંજીનિયર શ્રી પ્રકાશ પટેલ એ આ વિસ્તાર માં આબોહવા પરીવર્તનની સાથે જન જીવન કેવી રીતે જળ સંચય અને જળ સંરક્ષણ કરી શકે છે તેની માહિતી આપી હતી તથા તળાવોની ઉપયોગીતા અંગે પણ માહિતી આપી હતી.
હસ્તકળા માં વિખ્યાત તથા આ પરિયોજના સાથે સંકળાયેલ “હેન્ડલૂમ કોર્પોરેશન- ગરવી ગુર્જરી સંસ્થાના કચ્છ જીલ્લાના શ્રીમતી હીનાબેનએ વિવધ હસ્તકલા વિષે વિસ્તૃત વાત કરેલ હતી. આ સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન “ગીર ફાઉન્ડેશન” ના આસિસ્ટન્ટ ફીલ્ડ ઓફિસર શ્રી દર્પક જોષીના સંકલનથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક આયોજિત થયો હતો.