Home આણંદ વિધાનગર : બ્રહ્માકુમારીઝ વર્લ્ડ ઓફ સાયલંસ વિધાનગરમાં “ધન્યવાદ માઁ “ સ્નેહમિલનની ભવ્ય...

વિધાનગર : બ્રહ્માકુમારીઝ વર્લ્ડ ઓફ સાયલંસ વિધાનગરમાં “ધન્યવાદ માઁ “ સ્નેહમિલનની ભવ્ય ઉજવણી.

116
0

કહેવાય છે કે માં તે માં … બીજા બધા વન વગડાના વાં… માત્ર ભારત દેશ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં માંનો મહિમા અપરંપાર છે. ઇશ્વર બાદ પ્રથમ પૂજનીય માં ગણાય છે. માત્ર મનુષ્ય જ નહીં પશુ ,પક્ષી કે પછી હોય પ્રાણી ચોર્યાશી યોનિમાં માંનો વિશેષ મહિમા છે. બ્રહ્માકુમારીઝ સમાજમાં સંસ્કારનું સિંચન કરે છે અને નાસ્તિક લોકોને આસ્તિક બનાવે છે લોકોને ભક્તિના માર્ગે વાળે છે. બ્રહ્માકુમારીથી મોટા પ્રમાણમાં લોકો પ્રેરિત થાય છે.

બ્રહ્માકુમારીઝ, વર્લ્ડ ઓફ સાયલંસ, વિધાનગર ખાતે ધન્યવાદ માઁ સ્નેહમિલનની ભવ્ય ઉજવણી કરવામાં આવી. જેમાં પરમપૂજ્ય મહંત ગણેશદાસજી મહારાજે કાર્યક્રમમાં દીપ પ્રજ્વલન કરી આશીર્વચન આપતાં માંના અનન્ય મહિમા અંગે એક ઘટનાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે એક વ્યક્તિ પોતાની પત્ની અને બાળક સાથે પોતાનું સ્કૂટર બેફામપણે ચલાવતાં એમની ગાડીની નજીકથી પસાર થયો. એને રોકીને એમણે જણાવ્યું – તમારું બેફામપણે સ્કૂટર ચલાવો તેની સામે મને વાંધો નથી પણ જો તમારી પત્નીને કંઇ થઈ જશે તો આ બાળક માં વિના કેવી રીતે જીવશે – એનો તો ખ્યાલ રાખો! એમણે એમ પણ કહ્યું હતું કે – જ્યાં સુધી માં જીવે છે ત્યાં સુધી તમારું બાળપણ પણ જીવે છે. એની આંતરડી ક્યારેય કકળાવશો નહીં.

આ કાર્યક્રમમાં શિવનાદ વૃંદના કલાકારો સદાશિવભાઈ દવે , સ્મૃતિબહેન દવે અને ધ્રુવિતભાઈએ માતાનો મહિમા કરતા સુંદર ગીતો દ્વારા કાર્યક્રમનો માહોલ ભાવસભર બનાવી દીધો. ગુજરાતી ભાષાના જુના ગીત મીઠાં મધુને મીઠાં મેહુલા રે લોલ, એથી મીઠી છે મારી માત જો .. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ ગાઈને સૌને ભાવુક કરી દીધા.ઉપરાંત કાર્યક્રમમાં સેવાલિયા સેંટર તરફથી આવેલા થર્મલના જય અંબે ગ્રૂપ નાટ્યવૃંદે – એક માતાએ આપેલા સંસ્કારોથી કેવી રીતે જીવનમાં સફળ થવાય છે તેનું ચિત્રણ કરતું નાટક રજુ કર્યું અને કાર્યક્રમની પીઠિકા તૈયાર કરી. કાર્યક્રમની શરુઆતમાં કુ. ઉમા અને કુ. હેતલે સ્વાગત નૃત્ય દ્વારા સૌનું સ્વાગત કર્યું હતું. આદરણીય રાજયોગિની બ.કુ. નીતા બહેને સ્વાગત પ્રવચન આપ્યું હતું અને સૌનું હાર્દિક સ્વાગત કર્યું હતું.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરતાં વલ્લભ વિધાનગર ગ્રૂપ બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્રોનાં સંચાલિકા રાજયોગિની બ.કું. જાગૃતિ બહેને ઉપસ્થિત મહેમાનોને સફળ- સુખદ પારિવારિક જીવન જીવવાની અનેક ટિપ્સ આપી હતી. ખાસ તો એમણે કહ્યું કે આપણે જેમ ઘરમાં સૌને સાથે રાખે અને દીકરી સમાન વર્તે એવી વહુ ઇચ્છીએ છીએ તો પોતાની દીકરીને પણ એવા જ સંસ્કારો આપવાની જરૂર છે. પોતાના પરિવારમાં આવાં પરિવર્તનો લાવવા માટે તેમણે ૧૫મી મે ૨૦૨૩થી પ્રારંભ થતા રાજયોગ શિબિરનું નિમંત્રણ આપ્યું હતું અને આશા વ્યક્ત કરી હતી કે જો આટલો સમુદાય જીવન પરિવર્તનનો નિર્ધાર કરી લે તો સમાજમાં પરિવર્તન લાવવું ઝડપી અને સહેલું થશે. આ કાર્યક્રમમાં આશરે ૬૦૦ જેટલા ભાઈ-બહેનોએ લાભ લીધો હતો અને સૌએ ઉપસ્થિત ભાઈ-બહેનોએ પ્રભુ પ્રસાદનો લાભ લીધો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here