પાટણ: 25 એપ્રિલ
ચૈત્રી નવરાત્રિ એટલે શક્તિ ઉપાસનાનો મહિનો આ મહિનામાં માઈભક્તો દ્વારા માતાજીની સેવા-પૂજા ઉપાસના અને અનુષ્ઠાનો કરવામાં આવે છે તો વિવિધ મંદિરના મઢ ખાતે પરંપરાગત રીતે રમેલ પણ યોજાય છે ત્યારે ગલોલીવાસણા ગામે સધી મેલડી માતાના મંદિર ખાતે ચૈત્ર વદ સાતમના દિવસે રાત્રે પરંપરાગત રીતે માતાજી ની રમેલ યોજાઇ હતી જેમાં મોટી સંખ્યામાં માઈ ભકતોએ હાજર રહી દર્શન કર્યા હતા.
પાટણના ચાણસ્મા તાલુકાના ગલોલીવાસણા ગામે બિરાજમાન શ્રી સધી – મેલડી માતાના મંદિરે વર્ષેદહાડે અનેક ભકતો માના દર્શનાર્થે આવે છે અને પોતાની બાધા – આખડીઓ પૂર્ણ કરે છે . આસપાસના પંથકના લોકો માટે આ મંદિર શ્રધ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે . ત્યારે ચાલુ વર્ષે ચૈત્ર માસમાં ગામના ભાટચા પરીવાર દ્વારા ચૈત્ર વદ સાતમના દિવસે ભુવાજી ગેમરભાઇ જીવણભાઇ દ્વારા પરંપરાગત રીતે મંદિર પરીસર ખાતે યજ્ઞ યોજાયો હતો અને સાંજે વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞમાં આહુતિ આપી યજ્ઞની પૂર્ણાહુતિ કરતા સમગ્ર વાતાવરણ ભકિતમય બની ગયુ હતું . જયારે રાત્રે પરંપરાગત રીતે માતાજીના મઢમાં રમેલ યોજાઇ હતી જેમાં કાહવા ગાંધીના ભુવાજી રાજા ભગત સહીત ચૌદ પરગણાના ભુવાજીઓએ પાટ પર બીરાજમાન થઇ ધુણ દ્વારા સારા વર્ષ અને શુભફળના આર્શીવાદ આપ્યા હતા .
આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ પાટણ જિલ્લા પંચાયતના વિરોધપક્ષના નેતા અશ્વિન પટેલ તથા પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 1 ના કોર્પોરેટર મનોજ પટેલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શંકરજી ઠાકોર દાદુજી ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેઓનું ભુવાજીઓ દ્વારા પાઘડી પહેરાવી સન્માન કરવામાં આવ્યુ હતું.