Home પાટણ પાટણમાં ભગવાન પરશુરામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે….

પાટણમાં ભગવાન પરશુરામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે….

170
0
પાટણ: 25 એપ્રિલ

પાટણ શહેરમાં ભગવાન જગન્નાથજીના સાનિધ્યમાં બ્રહ્મર્ષિઓના ઇષ્ટદેવ અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા ભગવાન પરશુરામજીનુ મંદિર નિર્માણ કરવામાં આવ્યું છે . ત્યારે આગામી તારીખ 27 એપ્રિલનાં રોજ ભગવાન પરશુરામજીના મંદિર પરિસરનો ભક્તિ સભર કાર્યક્રમો વચ્ચે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ગુજરાતભરના વિદ્વાન બ્રાહ્મણોના મંત્રોચ્ચાર વચ્ચે કરવામાં આવનાર છે .આ પ્રતિષ્ઠા મહોત્સવની જાણકારી આપવા જગન્નાથ મંદિર પરિસર ખાતે જગન્નાથ મંદિર ટ્રસ્ટ પરિવાર અને પરશુરામ ભગવાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને શોભાયાત્રા સમિતિ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી જાણકારી આપવામાં આવી હતી.

જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્યએ જણાવ્યું હતું કે , પાટણ શહેરમાં સૌપ્રથમવાર જગદીશ મંદિર પરિસર ખાતે નિર્માણ પામેલા પરશુરામજી ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ગુજરાતભરમાંથી બ્રહ્મર્ષિઓને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે . જેવોના મંત્રોચ્ચાર વચ્ચે તારીખ 27 ના રોજ ભગવાનની ભક્તિ સભર માહોલમાં સવારે 9-૦૦ કલાકથી સાંજના 5 કલાક સુધી હવન યજ્ઞ સહિતના ધાર્મિક ઉત્સવો સાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવશે.

આગામી તારીખ 3 મેના રોજ ભગવાન પરશુરામજીની જન્મ જયંતી મહોત્સવની પણ ભવ્ય શોભાયાત્રા સવારે 8-00 કલાકે જગદીશ ભગવાનના મંદિર પરિસર ખાતેથી નીકળી શહેરના હિંગળાચાચર , ચતુર્ભુજ બાગ , કૃષ્ણ સિનેમા , મેઇન બજાર , ધીવટા થઈને જગન્નાથ ભગવાનના નિજ મંદિર પરિસર ખાતે સમ્પન્ન બનશે . આ શોભાયાત્રામાં પાટણ શહેરની ધાર્મિક સંસ્થાઓ અને સામાજિક સંસ્થાઓના 25 જેટલા ટેબ્લો , ડીજે , બેન્ડવાજા પણ જોડાશે.તો 101 બ્રહ્મ સમાજની કુંવારિકાઓ પણ માથે કળશ લઈને શોભાયાત્રાની આગેવાની કરશે .

અહેવાલ:  ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here