Home ક્ચ્છ કલેકટરશ્રી પ્રવિણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઇ

કલેકટરશ્રી પ્રવિણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઇ

140
0
કચ્છ : 5 એપ્રિલ

કલેકટરશ્રી પ્રવિણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ભુજ ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં રૂ.૧૧૧.૬૧ લાખના ૪ યોજનાના કામોની મંજુરી આપવામાં આવી હતી.
કાર્યપાલક ઈજનેરશ્રી સહ યુનિટ મેનેજર વાસ્મો ભુજ શ્રીકૌશિક વાઘેલાએ ડિસ્ટ્રીક વોટર એન્ડ સેનિટેશન કમિટીની અગાઉની મંજુર થયેલ ૨૪૧ યોજનાઓની માહિતી રજુ કરી હતી તેમજ જલજીવન મિશન કાર્યક્રમ અંતર્ગત વાસ્મો દ્વારા અબડાસા તાલુકાના લાલા ગામ, અંજાર તાલુકાના ભીમાસર ગામ, મુન્દ્રા તાલુકાના કુવાય ગામ તેમજ માંડવી તાલુકાના મોટા ભાડીયા ગામ માટે તૈયાર કરવામાં આવેલ કુલ ૪ યોજનાઓની દરખાસ્ત કલેકટરશ્રી સમક્ષ મૂકી હતી.


રૂ.૧૧૧.૬૧ લાખની આ યોજનાઓને કલેકટરશ્રીએ વિગતે જાણી મંજુર કરી હતી.
આ બેઠકમાં સર્વશ્રી જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા, નિવાસી અધિક કલેકટરશ્રી હનુમંતસિંહ જાડેજા, ભુજ પ્રાંત અધિકારીશ્રી અતિરાગ ચપલોત, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી એ.કે.સોલંકી, નાકાઇશ્રી ડી.જી.રામાનુજ, આઇસીડીએસના જિલ્લા અધિકારીશ્રી ઈરાબેન ચૌહાણ, નખત્રાણા કાર્યપાલક ઈજનેરશ્રી એન.વી.પટેલ, સિંચાઇ વિભાગના ઈજનેરશ્રી પી.એ.વર્મા, શિક્ષણ કચેરીના શ્રી કુ.આર.આર.ધોળુ, શ્રી એમ.એમ.પટેલ, શ્રી એ.ડી.મેવાડા, સીડીપીઓશ્રી ડો.જનક માઢક, નાયબ માહિતી નિયામકશ્રી મિતેશભાઇ મોડાસીયા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી પી.બી.ચાવડા, પાણી પુરવઠા બોર્ડના કાઇશ્રી ધવલ શાહ, વાસ્મો જિલ્લા કો.ઓર્ડિનેટરશ્રી ડિમ્પલબેન શાહ, વાસ્મો મેનેજર એડમીનશ્રી હાર્દિક ટી.ધોળકીયા, શ્રી હિરેન પટેલ અને હરિલાલ ચાડ ઉપસ્થિત રહયા હતા.

 

અહેવાલ: કૌશિક છાયા ક્ચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here