Home ક્ચ્છ કચ્છ જિલ્લાના ૧.૪૫ લાખ ખેલાડીઓ, કુલ ૨૨ રમતો ૨૭મી માર્ચ સુધી...

કચ્છ જિલ્લાના ૧.૪૫ લાખ ખેલાડીઓ, કુલ ૨૨ રમતો ૨૭મી માર્ચ સુધી ખેલમહાકુંભ હેઠળ રમશે

196
0
કચ્છ : 24 માર્ચ

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રારંભ ૧૧માં ખેલમહાકુંભ ૨૦૨૧-૨૨માં કચ્છ જિલ્લાના કુલ ૧.૪૫ લાખ ખેલાડીઓએ વિવિધ ૩૦ રમતોમાં પોતાનું કૌવત બતાવવા રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
જિલ્લા રમતગમત કચેરી અને સીનીયર કોચ પ્રશિક્ષણ કેન્દ્ર, ભુજ તેમજ કચ્છ જિલ્લા ખેલ મહાકુંભ સમિતિના સંયુકત સંકલનથી ચાલી રહેલા ખેલમહાકુંભમાં ૫૯૪૮૫ મહિલા અને ૮૬૪૬૧ પુરૂષ ખેલાડીઓ રમતના મેદાનમાં પોતાનું પ્રદર્શન બતાવી રહયા છે.


સ્પર્ધાના માધ્યમથી રમતગમતનું વાતાવરણ ઉભું થાય, રમતના ખેલાડી રમત ક્ષેત્રમાં આગળ આવીને પોતાના ગામ, શહેર, તાલુકા, જિલ્લા અને ગુજરાતને ગૌરવ અપાવવાની દિશામાં પ્રગતિ કરે તેમજ સ્વાસ્થયને તંદુરસ્ત રાખવાના ઉમદા આશયથી આરંભ ખેલમહાકુંભમાં હાલે ૨૭મી માર્ચ-૨૦૨૨ સુધી સીધી જિલ્લાકક્ષાની સ્પર્ધાઓ રમાશે.
શાળા અને ગ્રામ્યકક્ષાએ ૧૪મી માર્ચથી ૧૮મી માર્ચ, તાલુકા કક્ષાએ ૧૯મીથી ૨૭મી માર્ચ દરમ્યાન ખેલમહાકુંભ રમાશે એમ પ્રાંત યુવા વિકાસ અધિકારીશ્રી એન.પી.ગાગલે જણાવ્યું હતું.


ખેલમહાકુંભ ૨૦૨૧-૨૨ હેઠળ કચ્છ જિલ્લામાં કુલ ૧,૪૫,૯૪૬ મહિલા અને પુરૂષ ખેલાડીઓનું રજીસ્ટ્રેશન થયું છે જેમાં ચેસ, કુસ્તી, કબ્બડી, રસ્સાખેંચ, ખોખો, એથ્લેટીકસ, યોગાસન, વોલીબોલ, જુડો, કરાટે, ટેકવેન્ડો, ટેનિસ, બેડમિન્ટન, સ્વીમીંગ, લોન ટેનિસ જેવી વિવિધ કુલ ૩૦ રમતો પૈકી ૨૨ રમતો જિલ્લા કક્ષાએ રમાશે એમ જિલ્લા રમતગમત અધિકારીશ્રી આર.એમ.પરમારે જણાવ્યું છે.
તાલુકા કક્ષાના વિજેતા ખેલાડીઓ માટે જિલ્લા કક્ષાની સ્પર્ધામાં મે માસમાં ખેલમહાકુંભ યોજાશે. સંભવિત ૩જી મેથી ૧૨મી મે ૨૦૨૨ સુધી કુલ સાત રમતો યોજાશે જેમાં ચેસ, યોગાસન, વોલીબોલ, ખોખો, રસ્સાખેંચ, કબ્બડી, એથ્લેટીકસનો સમાવેશ થાય છે.

અહેવાલ: કૌશિક છાયા ક્ચ્છ    

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here