Home ભાવનગર સોનગઢ ખાતે આવેલ ગુરૂકુળના ચોકીદારની થયેલ નિર્મમ હત્યાના વણશોધાયેલ ગુન્હાના આરોપીને LCB...

સોનગઢ ખાતે આવેલ ગુરૂકુળના ચોકીદારની થયેલ નિર્મમ હત્યાના વણશોધાયેલ ગુન્હાના આરોપીને LCB ટીમે ઝડપી લીધા

56
0

ભાવનગર જિલ્લાના સોનગઢ ખાતે આવેલ ગુરૂકુળના ચોકીદાર રઘુભાઇ ચૌહાણની કરવામાં આવેલ નિર્મમ હત્યાના આરોપીઓને શોધી કાઢવામાં પોલીસને સફળતા મળી હતી. તા.૩૦/૦૯/૨૦૨૩ના રોજ સોનગઢ ગુરુકુળ ખાતે ચોકીદારી કરતા રઘુભાઇ ચૌહાણની કરપીણ હત્યાં કરાઈ હતી. જે ઘટનાને પગલે ભાવનગર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા ભુતકાળમાં કોની-કોની સાથે માથાકુટ કે દુશ્મનાવટ હતી. તે અંગે તેમજ આજુ-બાજુમાં રહેતાં માણસો પાસેથી આ હત્યામાં સંડોવાયેલ ઇસમોની માહિતી મેળવવા માટે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. આ હત્યાનો ગુન્હો શોધી કાઢવા માટે એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડની ટીમ બનાવ બનેલ ત્યારથી દિવસ-રાત તપાસમાં જોડાઈ કાર્યવાહી હાથ ધરી હતી. તે દરમિયાન આ રઘુભાઇ ચૌહાણની હત્યામાં સોનગઢ ગુરૂકુળમાં ચાલતાં કામ ઉપર દેખરેખ રાખવા આવતાં-જતાં અને રઘુભાઇને છેલ્લાં બે વર્ષથી ઓળખતાં યુનુસ ઓસમાણભાઇ શેખ રહે.ગુરૂકુળ, સોનગઢ મુળ-બોરડી તા.ઘારી જી.અમરેલીવાળા સંડોવાયેલ હોવાની ચોક્કસ અને સચોટ માહિતી મળી હતી. જે માહિતી આધારે એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડની પોલીસ દ્રારા યુનુસ શેખની તપાસ કરતાં તે જામનગર જિલ્લાના ધ્રોલ ગામેથી હાજર મળી આવ્યો હતો. જેને polis3 ઝડપી લઇ તેની પુછપરછ દરમિયાન તેણે તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરે મળીને રાતના સમયે ગુરૂકુળ સોનગઢ ખાતે જઇને રઘુભાઇ ચૌહાણની છરી તથા લોખંડ ઉપર પ્લાસ્ટીક ચડાવેલ ઘોકાથી માર મારી હત્યા નિપજાવેલ હોવાની કબુલાત કર્યું હતું. આ હત્યાંમાં સંડોવાયેલા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરની પોલીસ દ્રારા તપાસ કરવામાં આવતાં તે જેતપુર ખાતેથી હાજર મળી આવતા પોલીસે બંનેને હસ્તગત કરી આગળની વધુ કાર્યવાહી કરવા સોનગઢ પોલીસે તજવીજ હાથ ધરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here