પાટણ : 25 માર્ચ
હારીજ એપીએમસી ના ચેરમેનની મંડળી દ્વારા ટેકાના ભાવે ચણા ખરીદીમાં ગેરરીતિ બહાર આવતા ખળભળાટ મચ્યો છે અને આ મુદ્દો સમગ્ર રાજ્ય સહિત પંથકમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. છેલ્લા બે દિવસથી એપીએમસીના ચેરમેન સામે ગેરરીતિના આક્ષેપ થઈ રહ્યા છે ત્યારે બે દિવસ બાદ ચેરમેન ભગવાનભાઈએ પત્રકાર પરિષદ યોજી આ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા.
હારીજ એપીએમસી માં ચણા ની ટેકાના ભાવે ખરીદી કૌભાંડ મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે અને એપીએમસી ના ચેરમેન ભગવાન ચૌધરી સામે કૌભાંડ ના આક્ષેપ લાગ્યા છે જેમાં
જે ગામ માં ચણા નું વાવેતર જ નથી થયું તેવા ગામના ખેડૂતો ના નામે રજિસ્ટ્રેશન થયા હોવાના આક્ષેપો થયા છે ત્યારે આક્ષેપો બાદ ભગવાન ચૌધરી ઉતરી ગયા હતા ભૂગર્ભ માં જોકે હવે
બે દિવસ બાદ ચેરમેન ભગવાન ચૌધરી મીડિયા સામે આવ્યા છે અને તેઓ પર લગાવેલા આક્ષેપ રાજકીય કારકિર્દી ખલાસ કરવા કર્યા હોવાનું ચેરમેન રટણ કરી રહ્યા છે તેઓની પત્ની બીમાર હોવાથી કોઈનો ફોન રિસીવ કરી શક્યો નથી હું કોઈ ભૂગર્ભ માં નથી ઉતરી ગયો તેમ ભગવાન ચૌધરી જણાવી રહ્યા છે
જોકે આ તમામ આક્ષેપો પાયા વિહોણા ગણાવી સરકારે જે તપાસ ના આદેશ થયા છે જે તપાસ બાદ જ દૂધ નું દૂધ અને પાણી નું પાણી થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.