Home આણંદ ઉમરેઠમાં વૃદ્ધે માનસિક અસ્થીર યુવતી પર દૂષ્કર્મ ગુજાર્યું….

ઉમરેઠમાં વૃદ્ધે માનસિક અસ્થીર યુવતી પર દૂષ્કર્મ ગુજાર્યું….

25
0

ઉમરેઠ : 22 જાન્યુઆરી


ઉમરેઠના સ્ટેટ બેન્ક ભાટવાળા ખાતે રહેતા વૃદ્ધે ઘરે જ કામ કરવા આવતી યુવતી પર નજર બગાડી તેના પર દૂષ્કર્મ આચર્યું હતું. માનસિક અસ્થિર આ યુવતીને ઘરે મુકવા જવાના બહાને લઇ જઇ ખેતરમાં લઇ ગયો હતો. આ અંગે ઉમરેઠ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઉમરેઠના સ્ટેટ બેન્ક ભાટવાડા ખાતે રહેતા મુકેશ રમણભાઈ પટેલ (ઉ.વ.62) નિવૃત્ત જીવન જીવે છે અને તેના પરિવારમાં પત્ની, સંતાનો પણ છે. મુકેશના ઘરે કામ કરવા આવતી અસ્થિર મગજની યુવતી પર નજર બગાડી હતી. મુકેશે 21મીની નમતી બપોરે ઘરે કામ કરવા આવેલી અસ્થીર મગજની યુવતીને ઘરે મુકવા જવાના બહાને પોતાની સાથે લઇ ગયો હતો. પરંતુ તે ઘરે લઇ જવાના બહાને સીધો દામોદરીયા વડ પાસે આવેલા ખેતરમાં લઇ ગયો હતો. જ્યાં તેને દૂષ્કર્મ ગુજાર્યું હતું. આ અંગે યુવતીના પરિવારજનોને જાણ થતાં તેઓ ચોંકી ગયાં હતાં અને મુકેશ પટેલ સામે ઉમરેઠ પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ મુકેશને પકડી કોરોના ટેસ્ટ માટે મોકલી આપવામાં આવ્યો હતો. જેના રિપોર્ટ બાદ ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.


અહેવાલ : પ્રતિનિધિ, આણંદ.
Previous articleચારુસેટ અને મહાગુજરાત મેડિકલ સોસાયટી વચ્ચે હેલ્થ એન્ડ એજ્યુકેશન મુદ્દે એમઓયુ કરાયા , પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલને દાન ભાસ્કર એવોર્ડથી નવાજાયા…
Next articleબોરસદમાં પતિએ જ ક્રૂરતાપૂર્વક પત્નીની ગળું દબાવી હત્યા કરી હતી ,પતિ સહિત સાત સાસરિયા સામે ગુનો નોંધાયો…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here