Home આણંદ આણંદ ખાતે દ્વી દિવસીય એન્ટરપ્રિન્યોરશીપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ આનંદોત્સવનું ઉદ્ઘાટન કરાયું ….

આણંદ ખાતે દ્વી દિવસીય એન્ટરપ્રિન્યોરશીપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ આનંદોત્સવનું ઉદ્ઘાટન કરાયું ….

261
0

શ્રીરામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ તથા આણંદ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ દ્વારા દ્વી દિવસીય એન્ટરપ્રિન્યોરશીપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ સાહસ તથા આનંદોત્સવનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે શ્રીરામકૃષ્ણ સેવા મંડળના પ્રમુખ હેમંતભાઈ પટેલ, માનદ મંત્રી જ્યોત્સનાબેન પટેલ, કામિનીબેન ભટ્ટ, જિલ્લા શિક્ષણ અધિકારી, નિલેશભાઈ પટેલ કારોબારી ચેરમેન આણંદ નગરપાલિકા, ડો. રાજેશ રાઠોર ડાયરેક્ટર (AIMIS),  ચાંદનીબેન શાહ, આણંદ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના પ્રિન્સિપાલ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ઉપરોક્ત એન્ટરપ્રિન્યશીપ ડેવલપમેન્ટ પ્રોગ્રામનું મૂળભૂત ઉદેશ્ય યુવાનોમાં એન્ટરપ્રિન્યશીપ ડેવલપ થાય તથા તેમના દ્વારા ઇનોવેટિવ સ્ટાર્ટઅપ શરૂ થાય તે માટે પ્રેરણા આપવાનો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત પ્રોગ્રામ દ્વારા યુવાનોને સાચી દિશામાં આત્મનિર્ભર બનાવવા માટેનું એક પગલું છે તથા સ્થાનિક એન્ટરપ્રિન્યર્સને પ્લેટફોર્મ મળી રહે તથા તેના દ્વારા વધુમાં વધુ નોકરીની તકો સર્જાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામની મુખ્ય થીમ વોકલ પર લોકલ છે. ઉપરોક્ત પ્રોગ્રામમાં 25 થી વધુ એન્ટરપ્રિનીયર્સ પોતાના બિઝનેસ આઈડિયા તથા પ્રોડક્ટ રજૂ કરવાના છે . આ ઉપરાંત મિલેટ વર્ષને અનુલક્ષીને મિનિટની અલગ અલગ વાનગીઓનું પ્રદર્શન તથા સેલિંગ પણ રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત બાળકો માટે ફન ગેમ્સ, recreational activity તથા adventure park ની વ્યવસ્થા આણંદ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલ દ્વારા કરવામાં આવી છે.

ઉપરોક્ત ડેવલોપમેન્ટ પ્રોગ્રામ માટે સંસ્થા ખાતે ઇવેન્ટ કોર્ડીનેટર ડો. બિંદિયા સોની ,(MBA ઇન્ચાર્જ ડિરેક્ટર), ડૉ .અંકિતા બ્રહ્મભટ્ટ, પ્રો.તન્વી દેસાઈ, અને  ડૉ.કોમલ શુક્લા, સુપ્રિયા મોહિતે મેડમ, અમરીશ પટેલ સાહેબે ઉત્સાહપૂર્વક કામગીરી હાથ ધરી હતી.

ઉપરોક્ત ઇવેન્ટની સફળતા માટે શ્રીરામકૃષ્ણ સેવા મંડળના પ્રેસિડેન્ટ  હેમંતભાઈ પટેલ, માનદ મંત્રી જ્યોત્સનાબેન પટેલ તથા અન્ય હોદ્દેદારોએ અભિનંદન પાઠ્ય હતા. આણંદ શહેરની જાહેર જનતા ઉપરોક્ત ડેવલપમેન્ટ પ્રોગ્રામની મુલાકાત લઈ શકે તે માટે તેનું આયોજન SRKSM ITI ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here