ક્ચ્છ : 15 એપ્રિલ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર ના આદેશ અનુસાર કચ્છ જીલ્લાના મુન્દ્રા ખાતે જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા ના નેતૃત્વ તળે પ્રદેશ કોંગ્રેસ ગુજરાતના પ્રભારી રામકિશન ઓઝા જિલ્લા પ્રભારી પંકજભાઈ શાહ ડોક્ટર દિનેશ પરમાર ઇન્ચાર્જ જનરલ સેક્રેટરી બીરેન્દ્રસિંહ જાડેજા પ્રદેશ મહામંત્રી વી કે હૂંબલનવલસિંહ જાડેજા જશવંતસિંહ ભાટીની ઉપસ્થિતિમાં તાલીમ શિબિર યોજાઇ હતી આ તકે તમામ આગેવાનોએ પ્રજાકીય પ્રશ્નોનો ઉકેલ લાવવા તેમજ પ્રજા સાથે વધુમાં વધુ સંપર્ક કાર્યક્રમો યોજવા માટેનું જણાવવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં રાપરના ધારાસભ્ય સંતોકબેન આરેઠીયા રમેશભાઈ ડાંગર સહિતનાઓ ઉપસ્થિત રહયા હતા.આ તકે માનસી બેન શાહ મુકેશ ગોર કેતન ભાઈ જોશી કપીલભાઈ કેસરિયા,ધીરજ રૂપાણી જોડાયા હોવાનું જિલ્લા પ્રવક્તા દિપક ડાંગરે જણાવ્યું હતું