Home ક્ચ્છ માધાપરમાં નવદુર્ગા નવરાત્રી મંડળ દ્વારા 44 વર્ષે હોલિકા દહનનું આયોજન કરાયું

માધાપરમાં નવદુર્ગા નવરાત્રી મંડળ દ્વારા 44 વર્ષે હોલિકા દહનનું આયોજન કરાયું

111
0
કચ્છ : 17 માર્ચ

વિશ્વ શાંતિના સંદેશ સાથે હોલિકાદહન

વડીલ દેવજીભાઈ નારણભાઈ ભુડિયાના માર્ગદર્શન હેઠળ હોળીના આયોજનને સફળ બનાવવામાં આવ્યું

માધાપર નવાવાસ વિસ્તારમાં છેલ્લા 43 વર્ષથી હોલિકા દહન નું આયોજન કરવામાં આવે છે 44 માં વર્ષે નવાવાસ ગ્રામ પંચાયત કચેરી પાછળ આવેલા રણકો વિસ્તારમાં શ્રી નવદુર્ગા નવરાત્રી મંડળ દ્વારા હોલિકા દહન નું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નવદુર્ગા મહિલા મંડળ અને નવદુર્ગા યુવક મંડળ દ્વારા સુંદર રંગોળી બનાવવામાં આવી હતી જે રંગોળીમાં જ્યાં હાલ યુદ્ધ ચાલી રહ્યું છે ત્યાં શાંતિ જળવાય તેમજ સમગ્ર દુનિયામાં શાંતિ જળવાઈ રહે તે પ્રકારનો મેસેજ રંગોળીમાં આપવામાં આવ્યો હતો

માધાપર નવાવાસ ના ઉપસરપંચ અરજણભાઈ ભુડીયા ના જણાવ્યા પ્રમાણે પરંપરાગત રીતે હોલિકા દહન નું આયોજન કરવામાં આવે છે જેમાં દર વર્ષે મોટી સંખ્યામાં ભાવિકો આવતા હોય છે આ વર્ષના આયોજનમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે માધાપર નવાવાસ ગ્રામ પંચાયતના સરપંચ પ્રેમીલાબેન અરજણભાઈ ભુડિયાના પરિવારે પૂજન કર્યું હતું
આજે કાર્યને સફળ બનાવવા નવદુર્ગા નવરાત્રી મંડળ ના સંજયભાઈ ભૂંડીયા,રમેશભાઇ વોરા ,અર્જુન ભુડિયા,રમેશ હિરાણી, રૂપેન બાવાજી,અમિત વાળા, કુશ ચૌહાણ,ઈશ્વરભાઈ ચૌહાણ,નિતેશ હિરાણી, અરવિંદ વેકરિયા,પાર્થ વેકરિયા,મનોજ સોની,જગદીશ પિંડોરિયા,મોહન હિરાણી,નીતિનભાઈ,સંજય પટેલ,દીપેશભાઈ,જય ભુડિયા,તેમજ ગ્રુપના તમામ કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી
મહિલા મંડળના પ્રિયંકા ભુડિયા,સીતાબેન ભુડિયા,રમીલાબેન વેકરિયા,રાધાબેન હાલાઈ, ભાવિકાબેન ભુડિયા,મનીષાબેન હિરાણી, ભાવનાબેન વોરા,જયાબેન ભુડિયા,શાંતાબેન વેકરિયા,તુલસીબેન વોરા,ક્રિષ્નાબેન પટેલ,નીતાબેન વાઘજિયાણી, અમરતબેન ગામી, ભાવનાબેન ભુડિયા,જયાબેન ભુડિયા,કેયુરિબેન વાળા,સહિતના મહિલા મંડળના ઉપસ્થિત રહીને જહેમત ઉઠાવી હતી

ઉલ્લેખનીય એ છે કે આ હોળી તૈયાર કરવા માટે બે દિવસનો સમય લાગે છે .ખૂબ જ કાળજીપૂર્વક આ હોળી તૈયાર કરવામાં આવે છે.વડીલ દેવજીભાઈ નારણભાઈ ભુડિયાના માર્ગદર્શન હેઠળ ટિમ દ્વારા હોળીના આયોજનને સફળ બનાવવામાં આવે છે.

અહેવાલ:  કૌશિક છાયા ક્ચ્છ  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here