Home પાટણ પાટણમાં આશાવર્કર મહિલાઓએ પોતાની પડતર માંગણીઓને લઇને વિરોધ પ્રદર્શિત કર્યો…..

પાટણમાં આશાવર્કર મહિલાઓએ પોતાની પડતર માંગણીઓને લઇને વિરોધ પ્રદર્શિત કર્યો…..

92
0
પાટણ : 8 માર્ચ

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પાટણ જિલ્લાની આશા વર્કર મહિલાઓએ સરકાર સામે વિરોધ દર્શાવ્યો હતો . સમાન કામ સમાન વેતન અને લઘુત્તમ વેતન ચુકવવા તથા આઉટ સોસિંગ પદ્ધતિ બંધ કરી મહિલાઓનું શોષણ અટકાવવાની માંગ સાથે કલેકટર કચેરી ખાતે ચીટનીશ ટુ કલેકટર ને આવેદનપત્ર આપ્યું હતું .

૮ મી માર્ચ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં એક તરફ મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું તો બીજી તરફ આશાવર્કર મહિલાઓએ છેલ્લા ઘણા વર્ષોથી પોતાના પડતર પ્રશ્નોને લઇને સરકારમાં અનેકવાર રજૂઆતો કરવા છતાં આજદિન સુધી આ મહિલાઓને કોઈ જય મળ્યું નથી ત્યારે આજે મહિલા દિવસ નિમિત્તે પાટણ જિલ્લાની આશા વર્કર મહિલાઓએ મોટી સંખ્યામાં એકત્ર થઈ માથે કાળી પટ્ટી ધારણ કરી કલેકટર કચેરી ખાતે રેલી સ્વરૂપે પહોંચી હતી અને ગુજરાત સરકારની ભરી નીતિઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો મહિલાઓએ કલેક્ટર કચેરી ખાતે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી દેખાવો કરી રામધૂન બોલાવી પોતાની માંગને બુલંદ કરી હતી.

ચીટનીશ ટુ કલેકટર ને આવેદનપત્ર આપતા આશાવર્કર મહિલાઓએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી આરોગ્યની પાયાની કામગીરી આશાવર્કર મહિલાઓ દ્વારા કરવામાં આવે છે છતાં તેમને પૂરતા પ્રમાણમાં વેતન મળતું નથી સરકારની તમામ યોજનાઓને ઘર – ઘર સુધી પહોંચાડવામાં આશાવર્કર મહિલાઓનો સિંહ ફાળો રહ્યો છે . ત્યારે આશાવર્કર મહિલાઓને સમાન કામ સમાન વેતન તથા વર્ગ -૪ માં આશાવર્કર મહિલાઓનો સમાવેશ કરવામાં આવે તેવી માંગ કરી હતી.

 

અહેવાલ:  ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here