Home ક્ચ્છ ભૂજમાં લાગેલી આગને કાબુમાં લેવા અદાણી પાવરની ટીમે જહેમત ઉઠાવી

ભૂજમાં લાગેલી આગને કાબુમાં લેવા અદાણી પાવરની ટીમે જહેમત ઉઠાવી

154
0
કચ્છ : 13 માર્ચ

ભૂજ નજીકના નારાયણપરમાં રવિવારે અચાનક જ આગ ફાટી નીકળી હતી. કોટન ફેક્ટરીમાં ફાટી નીકળેલી આગના પગલે ચોતરફ નાસભાગના દૃશ્યો સર્જાયા હતા. મુશ્કેલીની આ ઘડીમાં ભૂજ જિલ્લા કલેક્ટર તરફથી અદાણી પાવરની સેફ્ટી ટીમ પાસે મદદની હાંકલ કરાતા ગણતરીની મીનીટોમાં જ ફાયર ફાઈટર્સ ઘટનાસ્થળે રવાના કરી દેવાયા હતા. સેફ્ટી ટીમ દ્વારા તાત્કાલિક હાથ ધરાયેલી કામગીરીના પગલે આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી.

શ્રીજી કોટન ફેક્ટરીમાં રવિવારે સવારે 11 વાગ્યાના સુમારે આગ ફાટી નીકળી હતી. આ ઘટનાના પગલે આસપાસના લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. તેવામાં ભૂજ કલેક્ટર ઓફિસ દ્વારા ઘટનાસ્થળેથી અંદાજે 40 કિલોમીટર દૂર અદાણી પાવર લીમીટેડ કંપનીનો સંપર્ક કરી મદદની અપીલ કરવામાં આવી હતી. કટોકટીની ઘડીએ ઘટનાની ગંભીરતા ધ્યાને લઈ ફરજ પરના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, અને યુદ્ધના ધોરણે આગને કાબુમાં લેવાની કામગીરી આરંભી હતી. સ્થાનિક મ્યુનિસિપાલટીના અધિકારીઓ સાથે મળીને અદાણી પાવરની ટીમે કુશળ કામગીરી કરતાં ગણતરીની મીનીટોમાં જ આગ પર કાબુ મેળવી લેવાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી.

કહેવાય છે કે, આગ લાગે ત્યારે કુવો કોદવા ન જવાય, પણ આવા ફાયર ફાઈટર્સ હોય તો જાનમાલનું નુકશાન અટકાવી શકાય છે. અદાણી પાવરની અગ્નિશામક ટીમે સમયસર ટીમે ઘટનાસ્થળે પહોંચી જાનમાલનું વધુ નુકશાન થતુ અટકાવ્યું છે. કપરા સમયમાં પાર પાડવમાં આવેલ અગ્નિશમનના કામને લોકોએ બિરદાવ્યું હતું.

અહેવાલ:  કૌશિક છાયા ક્ચ્છ  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here