પાટણ: 26 એપ્રિલ
ગુજરાત સ્થાપના દિનની પાટણ શહેરમાં આગામી 1 મેંના રોજ ઉજવણી થવાની છે . જેને લાઇ સરકારી અને ઐતિહાસિક ઈમારોતોને રોશનીથી શણગાર આવી છે જેને લઈ શહેરમાં રાત્રે દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે.
પાટણ શહેરમાં 1 મે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવનાર છે . જેને લઈ સ્થાપના દિવસ ભવ્યાતિભવ્ય ઉજવાય તે માટે તંત્ર તાડમાર તૈયારીઓમાં લાગ્યું છે . ત્યારે સમગ્ર પાટણ શહેરને રોશનીથી શણગારવાનું આયોજન કરાયું છે.
કલેકટર કચેરી અને કાર્યક્રમ સ્થળ યુનિવર્સિટી વહીવટી ભવન ગાંધીસમુતી હોલ , એસ.પી. કચેરી , જિલ્લા અદાલત , નગરપાલિકા , સર્કિટ હાઉસ સહિત યુનિવર્સિટી રોડને પણ લાઇટિંગથી જગમગતો કરાયો છે. તો પાટણ શહેરના હાર્દ સમાન બગવાડા દરવાજાને વહીવટી તંત્ર દ્વારા રોશનીથી ઝગમગાટ કરવામાં આવતા રાત્રી દરમિયાન શહેરીજનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.