Home પાટણ પાટણ જિલ્લા પંચાયતનું 1126 કરોડનું બજેટ મંજુર…

પાટણ જિલ્લા પંચાયતનું 1126 કરોડનું બજેટ મંજુર…

144
0
પાટણ : 26 માર્ચ

જિલ્લા પંચાયત પાટણની સામાન્ય સભાની બેઠક પ્રમુખ ભાનુમતીબેન મકવાણા ના અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી . બેઠકમાં જિલ્લા પંચાયત નું સને ૨૦૨૧-૨૨નું સુધારેલું અને વર્ષ ૨૦૨૨-૨૩નું રૂ . ૧૧૨૬ કરોડની જોગવાઈવાળું અને રૂ . ૨૩૧ કરોડની પૂરાંત દર્શાવતું અંદાજપત્ર મંજુર કરવામાં આવ્યું હતું . પાટણ જિલ્લાને રાજ્યકક્ષાએ અગ્રેસર બનાવવા ખેતી , પશુપાલન , શિક્ષણ , આરોગ્ય , સમાજ કલ્યાણ સહિતની અનેકવિધ યોજનાઓ અને વિકાસ કામો માટે જોગવાઈ કરવામાં આવી હોવાનું તેમજ જિલ્લા વિકાસ પ્લાનને મંજુર કરવામાં આવ્યો હોવાનું પ્રમુખે જણાવ્યું હતું . જિલ્લા પંચાયતના બજેટમાં ગ્રામ્ય ક્ષેત્રના વિકાસને ધ્યાને રાખીને પાટણ જિલ્લાની જુદી જુદી ગ્રામ પંચાયતોમાં રૂ .૧૯.૫૦ કરોડના ખર્ચે સી.સી.રોડ , રસ્તા , પેવર બ્લોક , સી.સી.ટીવી કેમેરા , પાણી , કોમ્યુનીટી હોલ , વિજળીકરણ વગેરે વિકાસના કામો માટે જોગવાઈ કરવામાં આવી છે . વળી , શિક્ષણ ક્ષેત્રે સગવડો વધારવા ૧૯ પ્રાથમિક | શાળાઓમાં ર કરોડના ખર્ચે આધુનિક સ્માર્ટ કલાસ બનાવવા અને મહીલા અને બાળકોના ઉત્થાન માટે જિલ્લામાં રૂ . ૧૦ લાખના ખર્ચે ૧૫૦ ૨ આંગણવાડીના બાળકોને ભોજન માટે વાસણ , ૫૦૦ આંગણવાડીમાં પીવાના પાણીની સ્ટીલની પવાલી , ૪૦૦ આંગણવાડીમાં આર્યનની ખામી ન રહે તે માટે સુખડી બનાવવા લોખંડની કઢાઇ આપવાની પણ આ બજેટમાં જોગવાઇ કરવામાં આવેલ છે.


આ વર્ષે જિલ્લા પંચાયત પાટણની માહિતી તમામ આંગળીના ટેરવે મળી રહે તે માટે મોબાઇલ એપ્લીકેશન બનાવવા રૂ . ૧ લાખની જોગવાઇ કરાઈ છે અને જિલ્લા પંચાયતના તમામ સદસ્યોને મોબાઇલ ટેબલેટ આપવાની પણ આ બજેટમાં જોગવાઈ કરવામાં આવેલ છે . બજેટમાં જિલ્લા પંચાયતના અન્ય ક્ષેત્ર જેવા કે ખેતીક્ષેત્ર માટે A.૬ લાખ , જાહેર બાંધકામ ક્ષેત્રે ૭ ર લાખ , સમાજ કલ્યાણ ક્ષેત્ર માટે રૂ . ૩. ૨૦ કરોડ , પશુપાલન ક્ષેત્રે ૫ લાખ અને આરોગ્ય ક્ષેત્ર માટે રૂ . ૯૯ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે . પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતી મકવાણાએ જણાવ્યું કે , પાટણ જિલ્લાના વિકાસના દોરને આગળ ધપાવવા અને રાજય સ્તરે પાટણ જિલ્લાને વધુ અગ્રેસર બનાવવા સરકારીની 15 મા નાણાપંચની વિકાસ કામોની યોજના હેઠળ વિકાસ કામોના આયોજનનો જીલ્લા વિકાસ પ્લાન તૈયાર કરવામાં આવેલ હતો . જેમાં ૧૫ મા નાણાંપંચ અંતર્ગત ઉપલબ્ધ ગ્રાન્ટમાંથી રૂ. ર કરોડ ૫૪ લાખના અનટાઇડ ગ્રાન્ટમાંથી અને ટાઇડ ગ્રાન્ટમાં ગ઼ .૩ કરોડ ૮૦ એમ કુલ | જ્ઞ . ૬ કરોડ ૩૪ લાખના કાર્યોનું આયોજન કરવામાં આવ્યું છે.

અહેવાલ:  ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here