Home પાટણ મુખ્યમંત્રીની મુલાકાતને લઇને જિલ્લા પોલીસ વડાએ સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું

મુખ્યમંત્રીની મુલાકાતને લઇને જિલ્લા પોલીસ વડાએ સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું

129
0
પાટણ : 19 ફેબ્રુઆરી

ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતી કાલે પાટણ જિલ્લાની મુલાકાતે આવનાર હોય જેને લઇને જિલ્લા પોલીસને તંત્ર દ્વારા સુરક્ષા ની તમામ તૈયારીઓ કરવામાં આવી છે અને મુખ્યમંત્રી જે જે સ્થળોની મુલાકાત લેવાના છે તે તમામ સ્થળોનું ઝીણવટપૂર્વક જિલ્લા પોલીસ વડા દ્વારા નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ અધિકારી કર્મચારીઓને આપી હતી.

રાધનપુર અને સંતાલપુર તાલુકામાં પીવાનું શુદ્ધ અને ચોખ્ખું પાણી મળી રહે તેને લઈને 70 કરોડ રૂપિયાના ખર્ચે જળ સે નળ યોજનાનું કામ ચાલી રહ્યું છે. તેની કામગીરીનું નિરીક્ષણ કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી આવી રહ્યા છે. તેને લઈને તંત્ર દ્વારા પૂર જોરથી તૈયારી આરંભી દીધી છે. રાધનપુર ખાતે માર્કેટયાર્ડ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સાથે ગુજરાતના મુખ્યમંત્રી બેઠક કરશે.

મુખ્યમંત્રી રાધનપુર ખાતે બે કાર્યક્રમમાં રહેશે. જેમાં પ્રથમ સરકારી જળ સે નળ યોજનાના ચાલતા કામની મુલાકાત ત્યારબાદ રાધનપુર માર્કેટયાર્ડ ખાતે ભાજપના કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે. જેને લઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા દ્વારા જોરશોરથી તૈયારી કરી દીધી છે. સામે સરકારી કાર્યક્રમ માટે તંત્રએ પણ તૈયારી કરી લીધી છે તેને લઈને તેમના બંદોબસ્તમાં કોઈપણ જાતની ચુક ન રહી જાય તેને લઈને પાટણ જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણા રાધનપુર ડીવાયએસપી હરદેવસિંહ વાઘેલા રાધનપુર પોલીસ સ્ટેશનના પી.આઇ જીઆર રબારી દ્વારા ચુસ્ત બંદોબસ્ત માટે પુરતી તૈયારીઓ કરી લીધી છે.

કાર્યક્રમના ઘટના સ્થળે મુલાકાત પણ લીધી સામે ભારતીય જનતા પાર્ટી દ્વારા માર્કેટયાર્ડ ખાતે રાખેલા આ કાર્યક્રમ માટે માર્કેટ યાર્ડના ચેરમેન ડોક્ટર કનુભાઈ પટેલ બાબુલાલ ચૌધરી ભોજાભાઇ આહીર લગધીરભાઇ ચૌધરી રાધનપુર તાલુકા ભાજપ પ્રમુખ રાધનપુર તાલુકા પંચાયતના પ્રમુખ દિનેશજી ઠાકોર યુવા મોરચાના કાર્યકર્તાઓ સહિતના લોકોએ સીએમના કાર્યક્રમની તૈયારીઓ કરી દીધી છે.

રાધનપુર માર્કેટ યાર્ડના ચેરમેન ડોક્ટર કનુભાઈ પટેલે જણાવ્યું કે, રાધનપુર વિસ્તારના ઘણા બધા પ્રાણ પ્રશ્નોની અમે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવાના છીએ. રાધનપુર વિધાનસભાની જનતાના હિત માટે, ત્યારબાદ પાટણ રાણકી વાવ, કલિકા માતાજી મંદિર અને વિરમેઘ માયા મંદિરની મંત્રી મુલાકાત લેશે.

અહેવાલ:  ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here