Home સુરેન્દ્રનગર થાનગઢ માં ગોકળ ગાય ગતીએ ચાલતા ઓવરબ્રીજના કામથી ટ્રાફિકની સમસ્યા વકરી

થાનગઢ માં ગોકળ ગાય ગતીએ ચાલતા ઓવરબ્રીજના કામથી ટ્રાફિકની સમસ્યા વકરી

136
0
સુરેન્દ્રનગર : 25 ફેબ્રુઆરી

થાનગઢ માં ગોકળ ગાય ગતીએ ચાલતા ઓવરબ્રીજના કામથી અને યોગ્ય ડાઈવર્ઝનના અભાવે મેઇન ફાટકે ટ્રાફિકની સમસ્યા વકરી
24 કલાકમાં 50થી વધુ વાર ફાટક બંધ રહેતા લોકોના સમય અને વાહનોના ઇંધણનો બગાડ
આસપાસના વિસ્તારના લોકોને વાયુ પ્રદુષણ અને ધ્વની પ્રદુષણથી પરેશાન
ટ્રાફિક સમસ્યા નિવારવા ટ્રાફિક પોલીસ પોઇન્ટ મુકી અને પાકુ ડાયવર્ઝન આપવા માંગ

થાનગઢમાં ફાટક રોડે ઓવરબ્રીજનું કામ ગોકળગાય ગતીએ ચાલતુ હોવાથી લોકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં ફાટક 24 કલાકમાં 50 થી વધુ વખત બંધ રહેતુ હોવાથી વાહન ચાલકોના સમય અને ઇંધણનો બગાડ થાય છે.જ્યારે આસપાસની સોસાયટીના રહીશો વાયુપ્રદુષણઅને ધ્વની પ્રદુષણથી ત્રાહીમામ પોકરી ઉઠ્યા છે.જ્યારે આ વિસ્તારમાં ટ્રાફિક નિવારવા ટ્રાફિક પોઇન્ડ મુકવા લોકમાંગ ઉઠી છે.

થાનગઢમાં મેઇન બજારમાં સ્ટેશન રોડ પર આવેલા ફાટક વારંવાર બંધ થતુ હોવાથી ટ્રાફિક સમસ્યા નિવારવા અહીં ઓવરબ્રીજનું કામ ચાલુ છે.પરંતુ અઢી વર્ષ જેટલો સમય થતા ગોકળ ગાય ગતીએ ચાલતા કામથી લોકો પરેશાન થઇ ગયા છે.જેમાં આ ફાટકેથી દરરોજ 24 કલાકમાં 50થી વધુ ટ્રેન પસાર થતી હોવાથી ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાય છે.જ્યારે તેના કારણે લોકોના સમય અને વાહનના ઇંધણનો બગાડ થાય છે.જ્યારેતેનાથી થતા અવાજ અને વાયુ પ્રદુષણથી વિસ્તારના લોકો પરેશાન થઇ ગયા છે.આ અંગે થાન કોંગ્રેસ મહામંત્રી મંગળુભાઇ ભગત, બાબુભાઇ પારઘી સહીતનાઓએ જણાવ્યુકે આ ફાટક પરથી 8થી 10 ગામોને જોડતો રોડ છે.જ્યારે અહીંથી હળવદ, ધ્રાંગધ્રા ,સરા આવવા જવા લોકો ઉપયોગમાં લેતા હોવાથી ટ્રાફીક રહે છે.જ્યારે આસપાસમાં 10થી વધુ સોસાયટીઓ અને 100થી વધુ સીરામીક કારખાનાના વાહનોની પણ અવર જવર રહે છે.આથી ઓવરબ્રીજનું કામ વહેલીતકે પુરૂ કરવા અને ટ્રાફિક સમસ્યા નિવારણ કરવા અહીં ટ્રાફિક પોઇન્ટ મુકવા માંગ છે.
થાન મેઇન બજાર સ્ટેશન રોડ ફાટકે ઓવરબ્રીજના ધીમા કામને લઇ ટ્રાફિક સમસ્યા રહે છે.

 

અહેવાલ : સચિન પીઠવા સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here