Home ગીર સોમનાથ ગાંધીનગર ખાતે પ્રધાનમંત્રી મોદીની હાજરીમાં સોમનાથ ટ્રસ્ટની બેઠક મળી

ગાંધીનગર ખાતે પ્રધાનમંત્રી મોદીની હાજરીમાં સોમનાથ ટ્રસ્ટની બેઠક મળી

147
0
સોમનાથ : 12 માર્ચ

યાત્રાધામ સોમનાથમાં ભવિષ્યની જરૂરીયાતોને ધ્યાને રાખીને સર્વાંગી અને સંપુર્ણ આયોજન કરવા માટે માસ્ટર પ્લાન તૈયાર કરવા નિર્ણય લેવાયો

ગાંધીનગર ખાતે પ્રધાનમંત્રી મોદીની હાજરીમાં સોમનાથ ટ્રસ્ટની બેઠક મળી

બેઠકમાં યાત્રાધામ સોમનાથમાં ચાલતા વિકાસકામોની સમીક્ષા કરી મોદી સહિતના ટ્રસ્ટીગણએ જરૂરી સુચનો કર્યા

 

ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવેલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિ માં સોમનાથ મંદિર ટ્રસ્ટની 121 મી બેઠક ગાંધીનગર ખાતે મળી હતી. જેમાં અન્ય ટ્રસ્ટીગણ હાજર રહ્યા હતા. બેઠકમાં યાત્રાધામોમાં ચાલતા વિકાસ કામોની સમીક્ષા અને નવા કામો અંગે ચર્ચા કરી અનેક મહત્વપુર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા.

આજે ગાંધીનગર ખાતે સોમનાથ ટ્રસ્ટના ચેરમેન એવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હાજરીમાં મંદિર ટ્રસ્ટની એક બેઠક મળી હતી. આ બેઠકમાં ટ્રસ્ટીઓ ગૃહ મંત્રી અમિતભાઇ શાહ, હર્ષવર્ધન નિઓટીયા, પ્રો.જે.ડી.પરમાર, પી.કે.લ્હેરીએ પ્રત્યક્ષ અને પુર્વ ગૃહ મંત્રી લાલકૃષ્ણ અડવાણીએ વર્ચ્યુઅલ હાજરી આપી હતી. બેઠકમાં યાત્રાધામ સોમનાથમાં ચાલી રહેલ વિવિધ વિકાસ કામોની સમીક્ષા કરી ભવિષ્યમાં સોમનાથ તિર્થ એક આદર્શ તિર્થ બને તે માટે વિવિધ સુચનો અને માર્ગદર્શન પ્રધાનમંત્રી મોદી સહિતના ટ્રસ્ટીઓએ આપ્યુ હતુ. આ ઉપરાંત કોરોના કાળ તથા સોમનાથ જિલ્લામાં ગત વર્ષે આવેલ તાઉતે વાવાઝોડા બાદ સોમનાથ ટ્રસ્ટએ અસરગ્રસ્ત વિસ્તારોમાં કરેલી વિવિધ સામાજીક સેવાઓની ટ્રસ્ટીઓએ જાણકારી લીધી હતી.

આ બેઠકમાં યાત્રાધામ સોમનાથમાં ભવિષ્યની જરૂરીયાતોને ધ્યાને રાખીને સર્વાંગી અને સંપુર્ણ આયોજન કરવા માટે જાણીતા આર્કિટેક બિમલભાઇ પટેલ દ્વારા માસ્ટર પ્લાન તૈયાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. સોમનાથમાં ચાલી રહેલ પાર્વતી માતા મંદિર, સફારી સર્કલ થી રામ મંદિરનો રસ્તો, ત્રિવેણી ઘાટનો વિકાસ, પીલગ્રામ પ્લાઝા સહિતના વિકાસ કામોની પ્રગતીની જાણકારી લઈ સમીક્ષા કરવામાં આવી હતી. જ્યારે તીર્થ પુરોહિતોના ચોપડાઓનું ડિઝીટાઇઝેશન અને યાત્રાળુઓ માટે વધારે સારી આવાસ અને ભોજનની વ્યવસ્થા વિકસાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. સોમનાથ મંદિરના શિખરને સુવર્ણ મંડિત કરી સોમનાથની ભુતકાળની જાહોજલાલી પુનઃજીવીત કરવાનું પણ નક્કી કરવામાં આવ્યુ છે.

અહેવાલ:  રવિભાઈ ખખ્ખર, વેરાવળ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here