ગોધરા : 18 માર્ચ
ગોધરા ખાતે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજની કારોબારી બેઠક ચમનભાઈ બાલમંદિરમાં મળી હતી. જેમાં મોટી સંખ્યામાં ભૂદેવો હાજર રહ્યાં હતાં. આ કારોબારીમાં બ્રહ્મ સમાજને સંગઠિત થવા પર ભાર મુકવામાં આવ્યો હતો.
આ કારોબારી પ્રદેશ ઉપાધ્યક્ષ આશિતભાઈ ભટ્ટની અધ્યક્ષતામાં મળી હતી. જેમાં એકમના વિવિધ પદાધિકારીઓને નિમણુંક પત્ર આપી તેમની જાહેરાત કરવામાં આવી હતી. એકમ અધ્યક્ષ હિતેશભાઈ ભટ્ટે સ્વાગત પ્રવચન કરી સૌ મહેમાનોને આવકાર્યા હતા, બાદ મહિલા અધ્યક્ષા કાશ્મીરાબહેને બહેનોનું વિશાળ સંગઠન બનાવી કરેલા કર્યોની માહિતી આપી હતી. જિલ્લા મહામંત્રી કૃનાલભાઈ ત્રિવેદીએ ઉદાહરણ આપી સંગઠનમાં કોઈએ પગ ન ખેંચવા જોઈએ. તેની જગ્યાએ બીજાનો હાથ પકડી ઉપર લાવવું જોઈએ, તેમ જણાવી કહ્યું કે, આજ સાચું સંગઠન છે. બાદમાં જિલ્લા અધ્યક્ષ કાર્તિકભાઈ ત્રિવેદી એ જિલ્લાના તમામ એકમોની કારોબારી પૂર્ણ થઈ છે અને હવે સમાજ માટે આપણે કમર કસી ને કામ કરવા જણાવ્યું હતું.
આ કાર્યક્રમના અંતમાં અધ્યક્ષ અને પ્રદેશ ઉપાધ્યક્ષ આશિત ભટ્ટે જણાવ્યું હતું કે, વિશ્વમાં સાત સંસ્કૃતિમાંથી વિશ્વમાં બે જ પ્રાચીન સંસ્કૃતિ જીવિત છે, તેમાંની એકએ ભારતની સંસ્કૃતિ. જેને જીવિત રાખનારા આપણા પૂર્વજો, ઋષી મુનિઓ હતા. બ્રાહ્મણોએ સંગઠન મજબૂત કરવાનું છે, કેમકે હિંદુ સંસ્કૃતિને બચાવવી હશે, તો એ બ્રાહ્મણે સંગઠિત થવું પડશે. સાથે સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ મધ્ય ગુજરાત દ્વારા બિઝનેસ સમિટ અને ભૂદેવ બિઝનેસ નેટવર્ક માટે વિસ્તૃત માહિતી આપી હતી. બાદમાં નવનિયુક્ત પદાધિકારીઓ ને નિમણુંક પત્ર આપવા માં આવ્યા હતાં. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન એકમ મહામંત્રી કાંતિભાઈ પંડ્યા એ કર્યું હતું અને આભાર વિધિ પણ કરી હતી. બ્રહ્મ ભોજન બાદ કારોબારી પૂર્ણ થઈ જાહેર કરવામાં આવી હતી.