હળવદ : 8 માર્ચ
આજથી હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે ગુજકોમાશોલ દ્ધારા ચણા અને તુવેરની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે.આજે પ્રથમ દિવસે 10 ખેડૂતોને ખરીદી માટે બોલાવવામાં આવ્યા હતા.
ગુજકોમાશોલ દ્ધારા આજથી રાજ્યભરમાં ટેકાના ભાવે ચણા અને તુવેરની ખરીદીનો પ્રારંભ કરાયો છે. ટેકાના ભાવની ખરીદીમાં હાલમાં સરકાર દ્વારા ખેડૂતોને ચણાના રૂ.1046 અને તુવેરના રૂ. 1260 ભાવ નક્કી કરવામા આવ્યા છે. આજે હળવદ યાર્ડના ખરીદી કેન્દ્ર ખાતાએ પ્રથમ દિવસે 10 ખેડૂતોને બોલાવી મુહૂર્ત કરવામા આવ્યુ હતું.
ચણા અને તુવેરની ટેકાના ભાવે ખરીદી પ્રસંગે માર્કેટિંગ યાર્ડના ચેરમેન રણછોડભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી,પ્રદેશ કિસાન મોરચાના કારોબારી સભ્ય રજનીભાઇ સંઘાણી, તાલુકા ભાજપ પ્રમુખ વાસુદેવભાઈ પટેલ, ગુજકોમાસોલના પ્રતિનિધિ સુરેશભાઈ જીંજુવાડિયા,ખરીદ વેચાણ સંઘ ચેરમેન રસિકભાઈ પટેલ, ખરીદ વેચાણ સંઘ મેનેજર દર્શન પટેલે, શહેર ભાજપ પ્રમુખ કેતનભાઈ દવે, વિનુભાઈ વામજા, યુવા ભાજપ પ્રમુખ હિતેશ લોરીયા, થોભણભાઈ દલવાડી,નયનભાઈ દેત્રોજા, રવિ પટેલ,હાજર રહ્યા હતા અને શ્રીફળ વધેરીને ખરીદીનો પ્રારંભ કરાવ્યો હતો.