Home અમદાવાદ ધોલેરા સર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે એક્ટીવેશન એરીયાની લીધી મુલાકાત…

ધોલેરા સર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે એક્ટીવેશન એરીયાની લીધી મુલાકાત…

140
0

અમદાવાદ જીલ્લામાં આવેલા ધોલેરા સર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અધિકારીઓ સાથે એક્ટીવેશન એરીયાની મુલાકાતે પહોચ્યા હતા. CM ભુપેન્દ્ર પટેલ ધોલેરા ખાતે બનાવેલા એક્ટીવેશન એરીયામાં પહોચ્યા હતા. ત્યારે એક્ટીવેશન એરીયાની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મુલાકાત લેવામાં આવી ત્યારે સર વિસ્તારમાં વિદેશી કંપની આવે તેવી સંભાવના હાલ સેવાઇ રહી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધોલેરા ખાતે આવેલી ધોલેરા સરના અધિકારીઓ સાથે વિચાર વિમર્શ સાથે સરના પ્રોજેકટને લગતી તમામ માહીતી સવિસ્તાર મેળવી હતી. મુખ્યમંત્રીના આ પ્રવાસથી ધોલેરા સરમાં કોઇ નવી વિદેશી કંપની આવે  તેવી પણ પ્રબળ વકી જોવાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી જાપાનના પ્રવાસે ગયા હતા અને હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ધોલેરાની ઓચિંતી મુલાકાતથી ધોલેરા વિસ્તારના સ્થાનિકો કોઇ મોટી જાહેરાત થાય તેવુ ઇચ્છી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here