Home વેરાવળ સોમનાથ અને મુળદ્રારકાના દરીયામાંથી ગેરકાયદેસર માછીમારી કરી રહેલ એક ફીશીગ બોટ અને...

સોમનાથ અને મુળદ્રારકાના દરીયામાંથી ગેરકાયદેસર માછીમારી કરી રહેલ એક ફીશીગ બોટ અને પીલાણી હોડીને સાત માછીમારો સાથે ઝડપી લેવાયા

92
0
વેરાવળ : 16 માર્ચ

સોમનાથ અને મુળદ્રારકાના દરીયામાંથી ગેરકાયદેસર માછીમારી કરી રહેલ એક ફીશીગ બોટ અને પીલાણી હોડીને સાત માછીમારો સાથે ઝડપી લેવાયા

દરીયાઇ પેટ્રોલીંગમાં ગયેલ મરીન પોલીસ સ્‍ટાફના ચેકીંગ દરમ્‍યાન બંન્‍ને બોટો મંજૂરી લીઘા વગર માછીમારી કરતી હોવાનું સામે આવતા ગુનો નોંઘી કાર્યવાહી કરી

સોમનાથ અને નવાબંદર મરીન પોલીસની ટીમોએ દરીયાઇ સુરક્ષાને લઇ સર્તક કામગીરી કરતા માછીમારોમાં ખળભળાટ મચ્‍યો

સોમનાથ મંદિરની સામે દરીયામાંથી ફીશીગ બોટ અને મુળ દ્રારકાના દરીયામાંથી પીલાણી હોડીને સોમનાથ અને નવાબંદર મરીન પોલીસની જુદી જુદી ટીમોએ દરીયાઇ પેટ્રોલીંગ દરમ્‍યાન ગેરકાયદેસર માછીમારી કરતી ઝડપી લીઘી હતી. આ બંન્‍ને બોટોમાં માછીમારી કરી રહેલ સાત જેટલા માછીમારોની અટક કરી રાજયના મત્‍સ્‍યોઘોગ નિયમો મુજબ બે ગુનાઓની નોંઘી ઘોરણસરની કાર્યવાહી હાથ ઘરતા માછીમારોમાં ખળભળાટ મચી ગયો છે.

રાજયની દરીયાઇ સુરક્ષા છાશવારે સવાલો ઉભા થઇ રહયા છે એવા સમયે આંતકીઓની હિટલીસ્‍ટમાં રહેલ વિશ્વ પ્રસિઘ્‍ઘ સોમનાથ મંદિરના દરીયામાં ગેરકાયદેસર રીતે માછીમારી કરતી બે જેટલી બોટોને ઝડપી લઇ જીલ્‍લા મરીન પોલીસએ દરીયાઇ સુરક્ષા બાબતે તંત્ર સર્તક હોવાની સાબિત સમાન કાર્યવાહી કરી છે. જે અંગે માહિતી આપતા સોમનાથ મરીનના પીઆઇ એન.જી. વાધેલાએ જણાવેલ કે, દરીયામાં અમુક બોટો કોઇપણ જાતની મંજૂરી વગર ફરી રહી હોવાની બાતમી મળી હતી. જેને લઇ પીએસઆઇ વી.આર.રાઠોડ, હે.કો.પ્રવિણ બામણીયા સહિતનો સ્‍ટાફ સરકારી સ્‍પીડ બોટમાં સોમનાથના દરીયામાં પેટ્રોલીંગ અર્થે જઇ મઘદરીયે બોટોનું ચેકીગ કરી રહયા હતા. ત્‍યારે સોમનાથ મંદિરની સામેના દરીયામાં અંદાજે છ નોટીકલ માઇલ દુર માછીમારી કરી રહેલ નં.IND-GJ-32-MM-2873 ઘનલક્ષ્‍મી નામની બોટ પાસે જઇ તેમાં રહેલ મહેન્‍દ્ર દીનુ મેઢા, રાહુલ લખુ કાકર, રાજેશ ચંદે બેગડા, હસમુખ મેઢા, સુનીલ વાંગડ સહિત પાંચ માછીમારો પાસે માછીમારી કરવા દરીયામાં જવા અંગેની પાસ પરમીટ, બોટ રજી.ના કાગળો તથા મુવમેન્ટ રજીસ્ટરની માંગણી કરી ચેક કર્યા હતા. જેમાં તેઓએ અત્રેની ફીશરીઝ વિભાગ કચેરીમાંથી દરીયામાં માછીમારી કરવા જવા માટે તા.15-2-22 થી તા.7-3-22 સુધીનું ટોકન (પરમીશન) લીધેલ હતી. ત્‍યારબાદ માછીમારી કરવા માટે કોઈ ટોકન લીઘા વગર માછીમારી કરી રહયાનું સામે આવ્‍યુ હતુ. જેના આઘારે દરીયામાં ગેરકાયદેસર રીતે માછીમારી કરવા બદલ તેમાં રહેલ પાંચેય માછીમારોની અટક કરી તેઓ સામે ગુજરાત મત્સ્યોધોગ નિયમોની કલમો મુજબ ગુનો નોંઘી ઘોરણસરની કાર્યવાહી હાથ ઘરી છે.

જયારે બીજા કીસ્‍સા અંગે નવાબંદર મરીન પોલીસના પીએસઆઇ કે.જે.ચૌહાણએ જણાવેલ કે, દરીયામાં નિયમિત પેટ્રોલીંગ અર્થે સ્‍ટાફના લલીત ચુડાસમા, રવિરાજ બારડ, રાજેશ ડોડીયા સરકારી બોટમાં મુળદ્રારકા તરફના દરીયામાં ગયા હતા. ત્‍યારે મુળદ્વારકા જેટીથી અંદાજે 3 નોટીકલ માઇલ દુર દરીયામાં રજી.નંબર IND-GJ-32-MO 6306 જય સીતળા માં નામની પીલાણી (નાની) હોડી દરીયામાં માછીમારી કરી રહી હતી. જેથી તેની નજીક પહોંચી હોડીમાં રહેલ માછીમાર (1) લાલજી સોમવાર ફુલબારીયા, (2) મનોજ લાલજી ફુલબારીયા બંન્‍ને રહે.મુળદ્વારકાવાળા પાસે માછીમારી કરવા અંગે પાસ પરમીટ, બોટ રજી.ના કાગળો તથા મુવમેન્ટ રજીસ્ટર મેળવી ચેક કરતા તેઓએ ફીશરીઝ વિભાગમાંથી દરીયામાં માછીમારી કરવા જવાનુ ટોકન નહી લીઘાનું જાણવા મળેલ હતુ. જેના આઘારે દરીયામાં ગેરકાયદેસર માછીમારી કરવા બદલ બંન્‍ને માછીમારોની અટક કરી તેઓ સામે ગુજરાત મત્સ્યોદ્યોગ નિયમોની કલમો મુજબ ગુનો નોંઘી ઘોરણસરની કાર્યવાહી હાથ ઘરી છે.

અત્રે નોંઘનીય છે કે, દરીયાઇ સુરક્ષા સામે સવાલો ઉઠયા બાદ છેલ્‍લા થોડા સમયથી દરીયાઇ સુરક્ષા સંભાળતી મરીન પોલીસ એકશનમાં આવી હોય તેમ થોડા દિવસો અગાઉ પણ સોમનાથ અને કોડીનાર પંથકના દરીયામાંથી ગેરકાયદેસર રીતે માછીમારી કરી રહેલ બોટો અને હોડીઓ ઝડપી લઇ કાર્યવાહી કરી હતી. ત્‍યારબાદ ફરી બે બોટો ઝડપી લેતા માછીમાર વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે.

અહેવાલ: રવિ ખખ્ખર, વેરાવળ
Previous articleગોધરા કોર્ટ ખાતે કોર્ટ ઓફ નોમિશ સભ્ય શ્રી બોર્ડ ઓફ નોમીનીઝ ની નિમણુંક કરવા રજૂઆત
Next articleપાટણમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ના બેનર ઉપર કોંગ્રેસ દ્વારા કાળો કલર કરાયો…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here