Home આણંદ સોજીત્રાના કસોરમાં ઉપસરપંચના વિજેતા ઉમેદવારના રોડ શોમાં કોરોના ગાઇડલાઇનના ધજાગરા…

સોજીત્રાના કસોરમાં ઉપસરપંચના વિજેતા ઉમેદવારના રોડ શોમાં કોરોના ગાઇડલાઇનના ધજાગરા…

186
0

સોજીત્રા : 22 જાન્યુઆરી


રોજ ત્રણ અંકડામાં સંક્રમિતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે છતાં લોકો બેદરકાર, ઉપસરપંચ સહિત ટોળા સામે ગુનો નોંધાયો…

આણંદ જિલ્લામાં કોરોના સખ્ત રીતે પ્રસરી રહ્યો છે ચઢ્યો છે. રોજ ત્રણ અંકડામાં સંક્રમિતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને કોરોના સંક્રમિત દર્દીઓનો હાલનો આંકડો 1500ની નજીક પહોંચી ગયો છે. નાગરિકોની સુખાકારી ,જાગૃતિ અને મદદગારી માટે જે રાજકીય અને સામાજિક આગેવાનો જ રાજકીય વિજયની સિધ્ધિનો ઢંઢેરો પીટવા રેલીઓ અને સરઘસો કદી કાઢી નિયમોનો ભંગ કરી જાહેર આરોગ્ય જોખમમાં મૂકી રહ્યા છે. કસોર ગ્રામપંચાયતની ડેપ્યુટી સરપંચની ચૂંટણી બાદ વિજેતા ઉમેદવારના રોડ શોમાં કોવિડ ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા હતા. આવી ઘટનાઓ રોજબરોજની થઈ હોવા છતાં પોલીસ અને વહીવટી પ્રસાસન આ મુદ્દે પરિણામલક્ષી કામગીરી કરાઈ રહી નથી. સભ્ય નાગરિકોમાં સરકારી તંત્રની આવી ઘટનાઓ મુદ્દે લોકટીકા થઈ હતી.

સોજીત્રાના કાસોરમાં યોજાયેલી ડે.સરપંચની ચૂંટણીમાં બાલુબેન પરમાર વિજયી થયા હતા. આ વિજય ઉન્માદમાં સત્તાના રોફ જતાવવા તેઓ અને તેમના સમર્થકો અને કાર્યકરો દ્વારા વિજય સરઘસ રેલી યોજાઈ હતી. જાહેર આરોગ્ય અને એપેડેમીક પરિસ્થિતિની ગંભીરતાને અવગણી યોજાયેલી આ વિજય રેલી માટે કોઈ જ પરવાનગી લીધી નહોતી. વળી ડી.જેના તાલે આ રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો ઉમટ્યા હતા.જેને લઈ આ રેલીમાં કાયદો વ્યવસ્થા અને કોરોના ગાઈડલાઈન ના લીરેલીરા ઉડતા નજરે ચઢ્યા હતા.

મહત્વનું છે કે, ગઈકાલે સાંજે જાહેરનામા ભંગ અને કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડાડતી બનેલી આ ઘટના છતાં પોલીસ પ્રસાસન દ્વારા હજુ કોઈ કાર્યવાહી કરી હોય તેવી જાણ નથી. સરકારી પ્રસાસન સામાન્ય નાગરિકો સાથે આવી ઘટનાઓમાં કડક કાર્યવાહી કરે છે જ્યારે હાલ ઉપસરપંચની ચૂંટણીઓ યોજાઈ રહી છે. ત્યારે બનતી ઘટનાઓ નાગરિક સમાજને જોખમરૂપ બની રહી છે. કાયદો વ્યવસ્થાને અવગણતી અને સત્તાનો રુઆબ ઉભો કરતા વિજય સરઘસો ઉપર કડક કાર્યવાહી થાય તે જરૂરી બન્યું છે.

પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર, કાસોર ગામે ડેપ્યુટી સરપંચની ચૂંટણીની વિજય રેલીમાં સોથી વધુ સમર્થકોનું ટોળું ભેગુ જોડાયું હતું. જેમાં કોઇ પૂર્વ મંજુરી લેવામાં આવી નહતી. આ ઉપરાંત કોવિડ ગાઇડ લાઇનનો સરેઆમ ભંગ કરવામાં આવ્યો હતો. આ રેલી કાસોર ઉમરાળાપુરા જોગણી માતાના મંદિર રેલી નિકળી હતી. જોકે, ફરજ પરની પોલીસ ટીમે પાંચલીપુરા નજીક ટોળું વિખેરી નાંખ્યું હતું. આ અંગે પોલીસે બાલુબહેન ભાનુભાઈ પરમાર, કાંતિભાઈ ફુલાભાઈ પરમાર, મગનભાઈ શનાભાઈ પરમાર, પ્રભાતભાઈ પશાભાઇ પરમાર, મહેશભાઈ શંકરભાી પરમાર સહિત ટોળા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


અહેવાલ : પ્રતિનિધિ, સોજીત્રા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here