Home પાટણ સેલ્ફ એપ્લોયમેન્ટ ટેલર્સ વર્ગમાં ભાગ લેનાર મહિલાઓને પ્રમાણ પત્ર આપી સન્માનિત કરાઈ…..

સેલ્ફ એપ્લોયમેન્ટ ટેલર્સ વર્ગમાં ભાગ લેનાર મહિલાઓને પ્રમાણ પત્ર આપી સન્માનિત કરાઈ…..

134
0
પાટણ : 5 માર્ચ

પાટણમાં મહિલા ઉત્કર્ષ મંડળ ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશન તથા પાટણ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ટેલર્સ વર્ગમાં ભાગ લેનાર મહિલાઓ ને પાટણના પૂર્વ ધારાસભ્ય રણછોડભાઇ દેસાઈના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

મહિલાઓ પોતાના પગભર બની શકે તે માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલી બનાવવામાં આવી છે ઉપરાંત વિવિધ સામાજિક અને સંગઠનો પણ મહિલાઓના ઉત્થાન માટે અનેકવિધ કાર્યો કરી રહ્યા છે ત્યારે પાટણ શહેરમાં મહિલા ઉત્કર્ષ મંડળ ગુજરાત અર્બન લાઈવહુડ મિશન અંતર્ગત મહિલાઓને સીવણ, બ્યુટી પાર્લર,મહેંદી સહિતની તાલીમ આપવામાં આવે છે ત્યારે આ તાલીમમાં ભાગ લેનાર મહિલાઓને સન્માનવાનો કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો હતો જેમાં મહિલાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી. પ્રસંગે પૂર્વ ધારાસભ્ય રણછોડભાઇ દેસાઈએ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઇ સ્વનિર્ભર બનવા અનુરોધ કર્યો હતા.

આ કાર્યક્રમમાં અલકાબેન દરજી ,પાટણ જિલ્લા ભાજપ કિસાન મોરચા નાં ઉપાધ્યક્ષ રોહિત પટેલ, ભાજપ યુવા મોરચા મંત્રી ચિરાગ દરજી સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

 

અહેવાલ:  ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here