Home Trending Special મઘ્ય ગુજરાત ચારણ ગઢવી સમાજ દ્વારા આગામી દિવસોમાં યોજાશે ગઢવી સમાજનો “દસમો...

મઘ્ય ગુજરાત ચારણ ગઢવી સમાજ દ્વારા આગામી દિવસોમાં યોજાશે ગઢવી સમાજનો “દસમો સમુહ લગ્નોત્સવ”

160
0

મધ્યગુજરાત ચારણ ગઢવી સમાજ એ આણંદ ખેડા જિલ્લાના ગઢવી સમાજના ગામોનું એક ખૂબ મોટું સામાજિક સંગઠન છે, જે ગુજરાતના તમામ ચારણ ગઢવી સમાજના સામાજિક વિકાસ માટે વર્ષોથી સક્રિય કાર્યરત રહેતું આવ્યું છે. વર્ષ દરમિયાન અનેક વિધ સામાજિક કાર્યક્રમ યોજીને ચારણ ગઢવી સમાજ દ્વારા સામાજીક ઉત્થાન માટે પ્રયત્ન કરતું આવ્યું છે, સંગઠન દ્વારા આગામી સમયમાં તારીખ 14 ફેબ્રુઆરી 2023 ના રોજ પીપલગ પ્રમુખસ્વામી વાડી મુકામે સમાજનો દસમો સમૂહ લગ્ન કાર્યક્રમ તથા સમાજના તેજસ્વી બાળકોનો સન્માન સમારંભનો કાર્યક્રમ રાખેલો છે, તો આ સમારંભમાં અને સમુહ લગ્ન કાર્યક્રમમાં સમાજના લગ્ન વાંચુક યુવકો માટે જોડાવા અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મધ્ય ગુજરાત ચારણ ગઢવી સમાજના પ્રમુખ લગ્ન સમતિના પ્રમુખ લાલશીભાઈ ગઢવી, જગદીશભાઈ ગઢવી અને સર્વે કમિટી ના આગેવાનો દ્વારા અપીલ કરવામાં આવી છે, સાથે ગઢવી સમાજના દસમાં સમુહ લગ્ન કાર્યક્રમમાં જોડાવવા સમાજના લગ્ન વાંચુકોએ આપેલા નંબર પર સંપર્ક કરવાનો રહેશે
8141093315
6354507824

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here