Home પાટણ સિધ્ધપુર દેથળી ચાર રસ્તા પર ટ્રકની ટક્કરે સાયકલ સવારનું મોત…

સિધ્ધપુર દેથળી ચાર રસ્તા પર ટ્રકની ટક્કરે સાયકલ સવારનું મોત…

192
0
પાટણ : 12 માર્ચ

● દેથલી ચાર રસ્તા પાસે ટ્રક ચાલકે સાયકલ સવારને અડફેટે લીધો

● અકસ્માતમાં સાયકલ સવારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું

● ઘટનાને પગલે લોકો ના ટોળેટોળાં ઉમટ્યાં

● પોલીસ ઘટના સ્થળે પહોંચી ને કાર્યવાહી હાથ ધરી

● મૃતકની લાશને પીએમ માટે સિદ્ધપુર સિવિલ માં ખસેડાઇ

ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ગામે રહેતો અને સિક્યોરીટીની નોકરી કરતો યુવક પોતાના નિત્યક્રમ મુજબ સાયકલ પર સવાર થઇ નોકરીએ જવા સાયકલ લઈને નીકળ્યો હતો જ તે દરમિયાન સિદ્ધપુર દેથળી ચાર રસ્તા પાસે આવેલા પેટ્રોલપંપ પાસે પસાર થઈ રહ્યો હતો તે સમયે ટ્રકચાલકે સાયકલ સવાર યુવકને હડફેટે લેતા સાયકલ સવાર ટ્રકના આગળના ભાગે આવી જતાં સાયકલનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને સાયકલ સવારનું ઘટના સ્થળે જ મોત થયું હતું. અકસ્માતને પગલે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા અને મૃતકની લાશને પીએમ અર્થે સિધ્ધપુર હોસ્પિટલમાં ખસેડી હતી.

અહેવાલ:  ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here