Home સાબરકાંઠા સાબરકાંઠાના વિજયનગરના જાલેટી ગામે મકાનમાં આગ લાગતા અફડા તફડી

સાબરકાંઠાના વિજયનગરના જાલેટી ગામે મકાનમાં આગ લાગતા અફડા તફડી

236
0
સાબરકાંઠા: 4 માર્ચ

સાબરકાંઠાના વિજયનગર તાલુકાના જાલેટી ગામે મકાનમાં આગ લાગતા અફડા તફડી મચી ગઈ હતી. આ આગમાં અનેકગણુ નુકશાન થયું હતું. જોકે, કોઇ જાનહાની થઈ નહતી. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી.

સાબરકાંઠા વિજયનગર તાલુકાના જાલેટી ગામે રમણભાઈ બદજીભાઈ મોઢપટેલના મકાનમાં લાગતા દોડધામ મચી ગઈ હતી. આ અંગે ઈડર ફાયરબ્રિગેડ ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી. પરંતુ આગમાં મકાનમાં પશુ માટે મુકેલું ઘાસ અને હુસલ બળી જતા ખાખ થઇ ગયાં હતાં. આ ઘટનામાં કોઇ જાનહાની ન થતાં હાશકારો લીધો હતો. આ અંગે તપાસ કરતાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું તારણ નિકળ્યું હતું.


અહેવાલ: રોહિત ડાયાણી,સાબરકાંઠા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here