પાટણ : 9 માર્ચ
સરસ્વતી તાલુકાના સરીયદ ગામે પાટણ જિલ્લા કિસાન મોરચા દ્વારા પાટણ વિધાનસભા મતવિસ્તારની નમો કિસાન પંચાયત યોજાઇ હતી જેમાં ભાજપના આગેવાનો કાર્યકરો એ કેન્દ્ર અને રાજ્ય સરકારની ખેડૂત લક્ષી યોજનાઓ અંગેની માહિતી આપી હતી
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ 2022 માં ખેડૂતોની આવક બમણી કરવા અને ખેડૂતોની આર્થિક સધ્ધરતા વધે એ માટે વિવિધ યોજનાઓ અમલી બનાવાઈ છે જેનો ખેડૂતો લાભ લઇ શકે અને કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની વિવિધ ખેડૂત કલ્યાણ લક્ષી યોજનાઓથી ખેડૂત માહિતગાર બને એ ઉદેશથી નમો પંચાયત યોજવામાં આવી હતી.આ પ્રસંગે સરકારની વિવિધ ખેડૂત લક્ષી યોજનાઓની માહિતી આપવાની સાથે યુવા પ્રગતિશીલ ખેડૂતોએ સરકારી યોજનાના લાભ થકી ખેતીમાં અને તેમના જીવનમાં આવેલ પરિવર્તન અંગે પોતાના અનુભવો રજૂ કર્યા હતા.
તો પૂર્વ ધારાસભ્ય રણછોડભાઈ દેસાઈએ સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી.આ પ્રસંગે હિતેશભાઇ પટેલ પ્રમુખ કિસાન માેરચાે ગુજરાત પ્રદેશ , દશરથજી ઠાકોર જિલ્લા પ્રમુખ પાટણ, પૂર્વ ધારાસભ્ય રણછોડભાઈ દેસાઈ સહિત ખેડૂત આગેવાનો અગ્રણીઓ અને કાર્યક્રરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.