Home પાટણ સરવામા મહાકાળી માતાના મંદિર ખાતે યજ્ઞ યોજાયો….

સરવામા મહાકાળી માતાના મંદિર ખાતે યજ્ઞ યોજાયો….

205
0
પાટણ : 9 માર્ચ

પાટણ તાલુકાના સરવા ગામે મહાકાળી માતાના અતિ પ્રાચીન મંદિર ખાતે નવ ચંડી યજ્ઞ યોજાયો હતો. જેમાં બ્રાહ્મણોના મંત્રોચાર સાથે યજમાન દ્વારા યજ્ઞકુંડમાં આહુતિઓ આપવામાં આવી હતી ત્યારે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું.

 

પાટણ તાલુકાનાં સરવા ગામે આવેલા અતિપ્રાચીન મહાકાલીધામ ખાતે ભવ્ય નવચંડી યજ્ઞ યોજાયો હતો , જેમાં સમસ્ત ગ્રામજનોએ ભેગા મળીને પ્રસંગને દિપાવ્યો હતો .

આ નવચંડી યજ્ઞ પ્રસંગનાં યજમાન તરીકે ડૉ . આર.કે. પટેલ તથા વીણાબેન આર . પટેલ તથા કરશનદાસ નાથાલાલ પટેલ પરિવારે યજમાની કરીને આમંત્રિતોને આવકાર્યા હતા . આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી. પટેલ તથા અગ્રણીઓ હાજર રહ્યા હતા .

 

અહેવાલ:  ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here