વેરાવળ: 20 એપ્રિલ
તારીખ 17 રોજ પૂજા પ્રારંભ, શોભા યાત્રા, જલાધીવાસ કાર્યક્રમ રાત્રીના કાન ગોપી કાયૅક્રમ યોજાયો હતો. તારીખ 18મી એપ્રિલે પ્રાતઃપૂજન, સ્નપણ વિધિ, અન્નાધીવાસ અને રાત્રે કાન ગોપી નો પ્રોગ્રામ યોજાયો હતો. તારીખ 18મી એપ્રિલે પ્રાતઃ પૂજન,સુયૅમુખી હનુમાનજીના મંદિર શિખરમિડાની પ્રાણ પ્રતિષ્ઠા, મહાઆરતી, મહા પ્રસાદ તેમજ સાથે બે – દિવસીય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવા મા આવી.
સુયૅમુખી હનુમાનજી મંદિર ને શિખર મિડા ની શાસ્ત્રોક્ત વિધિ થી પ્રાણ પ્રતિષ્ઠા કરવા મા આવી હતી.
પ્રાણ પ્રતિષ્ઠા ના સમયે ઉપસ્થિત ધર્મપ્રેમીઓ જય શ્રી રામચંદ્ર જી કી જય સુયૅમુખી હનુમાનજી ના નાંદ થી ગામની ધન્ય ધરા ગુંજી ઉઠી હતી.આસ્થા ભેર દર્શન નો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.
ધર્મ પ્રેમી અગ્રણીઓ તેમજ સંતોમહંતો તાલુકા માંથી
બહોળી સંખ્યા મા ધર્મ પ્રેમીઓ હાજર રહી બે – દિવસીય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભાવભેર ઉજવણી કરવા મા આવી હતી અને ધન્યતા ની અનુભૂતિ કરી હતી…