Home વેરાવળ વેરાવળમાં જીલ્‍લાકક્ષાની મહિલા દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો

વેરાવળમાં જીલ્‍લાકક્ષાની મહિલા દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો

123
0
વેરાવળ : 8 માર્ચ

  • ઉજવણીમાં શ્રેષ્ઠ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને માતા જશોદા એવોર્ડથી સન્માનિત કરાયા
  • જિલ્લા વહીવટી તંત્રમાં ફરજ બજાવી ઉતકૃષ્‍ટ કામ કરનાર મહિલા અધિકારીઓને સન્માનીત કરાયા

આજે મહિલા દિવસ નિમિતે વેરાવળના કોમ્યુનિટી હોલ ખાતે જીલ્‍લા કક્ષાની ઉજવણીમાં જિલ્લામાં શ્રેષ્ઠ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને માતા જશોદા એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ તેમજ વહાલી દિકરી સહિતની મહિલા કલ્યાણકારીઓના લાભાર્થીઓને હુકમપત્રોનુ મહાનુભોવોના હસ્‍તે વિતરણ કરવામાં આવ્યુ હતુ. આની સાથે જિલ્લા વહીવટી તંત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહિલા અધિકારીઓને તથા વિશિષ્ટ સિઘ્‍ઘ‍િ મેળવનાર બહેનોને પણ સન્માનીત કરાયા હતા.

આ કાર્યક્રમને સંબોઘતા જી.પં.ના પ્રમુખ રામીબેન વાજાએ જણાવેલ કે, પ્રવર્તમાન સમયમાં મહિલાઓ બિચારી કે બાપડી રહી નથી. પુરૂષોની સાથે ખંભે ખંભો મિલાવી દરેક ક્ષેત્રમાં અગ્રેસર છે. આજે પંચાયતથી પાર્લામેન્ટ સુધી મહિલાઓનુ પ્રતિનિધિત્વ જોવા મળવાની સાથે પોતાની જવાબદારી સુપેરે નિભાવી રહી છે. સમાજના વિકાસમાં આંગણવાડી અને તેડાગર બહેનોનુ મહત્વનુ યોગદાન રહ્યુ છે. નાના ભૂલકાઓના પોષણ અને રચનાત્મક પ્રવૃત્તિમાં વાળવામાં આંગણવાડીની કાર્યકર અને તેડાગર બહેનોની મહત્વની ભૂમિકા રહેલી છે. જયારે પાલિકા પ્રમુખ પિયુષભાઈ ફોફંડીએ જણાવેલ કે, ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓનુ આગવુ સ્થાન છે. મહિલાઓનું શક્તિ સ્વરૂપે પૂજન કરવામાં આવે છે. ત્યારે કહી શકાય કે, વર્ષના 365 દિવસ મહિલા દિવસ છે. આ સાથે તેમણે મહિલાઓના સમાજમાં યોગદાનની સરાહના કરી હતી.

આ ઉજવણીમાં આંગણવાડી કેન્દ્રનુ શ્રેષ્ઠ સંચાલન અને કામગીરી માટે જિલ્લાકક્ષાનો માતા યશોદા એવોર્ડ તાંતીવેલા આંગણવાડી કેન્દ્ર-2 ના કાર્યકર રાણીબેન રાજાભાઈ બારીયા અને તેડાગર બહેન મનીષાબેન સંજયભાઈ મકવાણાને એનાયત કરવામાં આવ્યો હતો. જેમને પુરસ્કાર રાશી અને સ્મૃતિચિન્‍હ અર્પણ કરી સન્‍માનીત કરાયા હતા. ઉપરાંત વિશિષ્ટ સિઘ્‍ઘ‍િ પ્રાપ્‍ત કરનાર ઝુડોમાં ભારતનુ પ્રતિનિધિત્વ કરનાર અર્ચનાબેન નાઘેરા, રાષ્ટ્રીય સ્તરના ગોળાફેકના ખેલાડી શેહનાઝબેન, યુવા મહોત્સવમાં છેલ્લા ત્રણ વર્ષથી લોકગીતમાં વિજેતા થતા સંગીતાબેન ચૌહાણ, સફાઈ કામદારના આશ્રિતો પૈકી સમગ્ર રાજ્યમાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ સ્થાન મેળવનાર દર્શનાબેન રાઠોડને પણ શાલ ઓઢાડી સંન્માનીત કરવામાં આવેલ હતા.

આ તકે જિલ્લા વહીવટી તંત્રમાં ઉત્કૃષ્ટ ફરજ નિભાવી રહેલ પ્રાંત અઘિકારી સર્યુબા ઝણકાંત, આર.એફ.ઓ. રસીલાબેન વાઢેર, નાયબ નિયામક એ.જે.ખાચર, આઈપીએસ તરીકે પસંદગી થયેલ સુમન નાલા સહિતના મહિલા અધિકારીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉજવણીમાં કલેકટર રાજદેવસિંહ ગોહીલ, ડીડીએ રવીન્દ્ર ખતાલે, અધિક કલેકટર બી.વી. લિંબાસીયા, એએસપી ઓમપ્રકાશ જાટ સહિત મોટી સંખ્યમાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

જાંબુર-ગીરના શહેનાઝ લોબીએ 12 વખત ગોળાફેંકમાં રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનુ પ્રતિનિઘિત્‍વ કરી ગૌરવ વઘાર્યુ
ગીર સોમનાથના જાંબુર ગીરના વતની અને રાષ્ટ્રીય કક્ષાએ અનેક ગોળાફેક સ્પર્ધાઓમાં પોતાના કૌવતનો પરિચય શહેનાઝ લોબીએ કરાવ્યો છે. સહેનાઝબેને છત્તીસગઢના રાયપુર ખાતે ગોળાફેકમાં નેશનલ જુનિયર એક્થેલિક્ટમમાં બોન્ઝ મેડલ મેળવ્યો છે. ઉપરાંત હૈદરાબાદ, વિજયવાડા, દિલ્હી સહિતના શહેરમાં ૧૨ જેટલી રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધામાં ગુજરાતનુ પ્રતિનિધિત્વ કર્યું છે. સીદી સમાજમાંથી આવતા સહેનાઝ બહેન કહે છે કે, રાજ્ય સરકાર તરફથી ધો-8 થી ડીએલએસએસ દેવગઢ બારીયા ખાતે વિનામૂલ્યે એથ્લેટિક્સની તાલીમ મેળવી રહી હતી. તેના પરિણામે ઘણી રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરની સ્પર્ધામાં સફળતા મળી છે. શહેનાઝ લોબીની આ સિદ્ધિની જિલ્લા વહીવટી તંત્રએ નોધ લઈ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉપલક્ષ્યમાં શાલ ઓઢાડી વિશેષ સન્માન કરવામાં આવ્યુ હતુ.

અહેવાલ:  રવિભાઈ, વેરાવળ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here