Home પાટણ વાહકજન્ય રોગોના નિયંત્રણ માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા હાઉસ ટુ હાઉસ સરવે

વાહકજન્ય રોગોના નિયંત્રણ માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા હાઉસ ટુ હાઉસ સરવે

222
0
પાટણ: 1 એપ્રિલ

રાજ્ય સરકાર દ્વારા જનઆરોગ્યની સુખાકારી માટે વાહકજન્ય રોગોના નિયંત્રણ અને અટકાયત માટે હાઉસ ટુ હાઉસ સરવે હાથ ધરવા આપવામાં આવેલી સુચના અન્વયે પાટણ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા 2.84 લાખથી વધુ ઘરનું સર્વેલન્સ કરવામાં આવ્યું હતું. આ ઘનિષ્ઠ સર્વેલન્સ દરમ્યાન મેલેરીયાનો એકપણ કેસ મળી આવ્યો નથી.

ડેન્ગ્યુ, મેલેરીયા અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગોના નિયંત્રણ માટે પ્રથમ રાઉન્ડનો હાઉસ ટુ હાઉસ સરવે ગત તા.21 માર્ચથી તા.01 એપ્રિલ સુધી હાથ ધરવામાં આવ્યો. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તા.30 માર્ચ સુધી 2,84,535 ઘરના સર્વેલન્સ પૈકી તાવના 4,649 કેસ મળી આવ્યા હતા જેના નિદાન પૈકી મેલેરીયાનો એકપણ કેસ જણાયો નથી.


આ સમયગાળા દરમ્યાલન મચ્છનર ઉત્પસતિના 7.12 લાખ સ્થાતનોની તપાસણી હાથ ધરવામાં આવી જેમાં 3,036 જગ્યારએ મચ્છપરના પોરા જોવા મળ્યા હતા. મચ્છરના પોરાઓનો દવાથી અથવા પાત્રો ખાલી કરાવી નાશ કરવામાં આવ્યો હતો. વાહકજન્ય રોગો અટકાવવા જનજાગૃતિ કેળવાય તે માટે આરોગ્યકર્મીઓ દ્વારા શાળા તથા આંગણવાડીઓમાં પોરા નિદર્શન સહિતનું આરોગ્ય શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જીલ્લા્ મેલેરીયા અધિકારી ડૉ.એન.પી.પટેલ તથા જીલ્લાોના વી.બી.ડી. કન્સલ્ટન્ટ દ્વારા ગ્રામ્ય અને શહેરી વિસ્તારોની મુલાકાત લઇ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ, પોરાનાશક કામગીરી તથા આરોગ્ય શિક્ષણની કામગીરીનું નિરિક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, આગામી તા. 18 એપ્રિલથી તા.30 એપ્રિલ દરમ્યાન ઝુંબેશરૂપે હાઉસ ટુ હાઉસ સર્વેલન્સનો બીજો રાઉન્ડ હાથ ધરવામાં આવશે. સઘન સર્વેલન્સલ દરમ્યાન તાવના કેસોની શોધખોળ, મચ્છેર ઉત્પઉતિ સ્થાઆનો તપાસી ટેમીફૉસ દવાથી મચ્છરોનાં બ્રીડીંગનો નાશ તથા આરોગ્યન શિક્ષણની પ્રવૃતિ કરવામાં આવશે.

 

અહેવાલ:  ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here